તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાનંદ:56% વરસાદ સાથે આપણું આણંદ ગુજરાતમાં નંબર વન

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરની મધ્યમાં આવેલા લોટેશ્વર તળાવમાં નવા નીરની આવકથી તળાવનું સૌદર્ય ખીલી ઉઠ્યું છે. - Divya Bhaskar
આણંદ શહેરની મધ્યમાં આવેલા લોટેશ્વર તળાવમાં નવા નીરની આવકથી તળાવનું સૌદર્ય ખીલી ઉઠ્યું છે.

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન ઋતુમાં સરેરાશ 26.56 ટકા વરસાદ સાથે આણંદ જિલ્લો તમામ 33 તાલુકામાં મોખરે છે. તેવી જ રીતે આણંદ શહેર-તાલુકો પણ સરેરાશ 55.72 ટકા મેઘમહેર સાથે રાજ્યના તમામ 251 તાલુકામાં નંબર 1 પર છે. સમગ્ર રાજ્યમાં 14.20 ટકા વરસાદ વરસ્યો છે.

ભાવનગર જિલ્લો 25.32 ટકા સાથે બીજો અને ખેડા જિલ્લો 21.43 ટકા વરસાદ સાથે સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે છે. આમ ચોમાસાની ઋતુમાં જૂનના ત્રીજા અને ચોથા સપ્તાહમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. આણંદ જિલ્લાની સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ વરસાદ 763 મીમી છે તેની સામે અત્યાર સુધીમાં 203 મીમી અેટલે કે 26.56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આગામી બે દિવસ દરમિયાન પણ ચરોતર પંથકમાં હવળા વરસાદની વકી છે.

જિલ્લામાં સિઝનનો 26.56 ટકા વરસાદ

તાલુકોકુલવરસાદસિઝનનોવરસાદટકાવારી
આણંદ840 મીમી468 મીમી55.71
આંકલાવ821 મીમી167 મીમી20.34
બોરસદ818 મીમી169 મીમી20.66
ખંભાત761 મીમી228 મીમી29.96
પેટલાદ810 મીમી169 મીમી20.86
સોજિત્રા726 મીમી218 મીમી30.33
તારાપુર672 મીમી139 મીમી20.68
ઉમરેઠ657 મીમી064 મીમી9.74
સરેરાશ763 મીમી203 મીમી26.56
આણંદ શહેરના ત્રણ તળાવની કેપેસીટી
તળાવક્ષમતા

હાલમાં ભરાયેલું પાણી

લોટેશ્વર તળાવ1100મિલીયન લીટર

625મિલીયન લીટર

વડુ તળાવ700 મિલીયન લીટર

555 મિલીયન લીટર

ગોયા તળાવ500 મિલીયન લીટર

310 મિલીયન લીટર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...