તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સારવાર:ઓસ્ટીયોમાયેલાઇટીસની ઝાયડસ હોસ્પિટલ આણંદમાં સર્જરી કરી દર્દીને નવજીવન બક્ષ્યું

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકર માઇકોસિસની ગંભીર બીમારીનું વિશ્વમાં ત્રીજુ અને ભારતમાં પ્રથમ ઓપરેશન

મ્યુકર માઇકોસિસના કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદના દોશી પરિવારના અને એમ.આર.તરીકે કામ કરતાં બિમલભાઇ દોશી મ્યુકર માઇકોસિસની ગંભીર બિમારી મગજ સુધી પહોંચી ગઇ હતી. તેના કારણે ઓસ્ટીયોમાયેલાઇટીસ ભોગ બન્યો હતો. તેઓ અમદાવાદ સહિત 7 દવાખાના બદલ્યા પણ માથાનો દુઃખાવો અટકતો ન હતો.જેથી તેઓને આણંદની ઝાયટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં વિશ્વની ત્રીજી અને દેશમાં પ્રથમ વખત 7 થી વધુ સર્જરી કરીને ઓકયુમાલિટીસ બિમારી છુટકારો અપાવીને દર્દીને નવજીવન હોસ્પિટલના તબીબો બક્ષ્યું હતું.

અમદાવાદના બિમલભાઇ દોશીને ઝાયાડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ સંદિપ માવાણી ,ન્યુરો સર્જનના સચોટ નિદાન સીટી સ્કેન અને એમઆરઆઇ મારફતે જણ થઇ કે દર્દીને મ્યુકર માઇકોસિસ ફ્રરન્ટલ બોનમાં પ્રસરી ગયું છે.તેના કારણે ઓસ્ટીયોમાયેલાઇટીસ થઇ ગયું છે. એક અભ્યાસ પ્રમાણે આ કેસ વિશ્વમાં ત્રીજો અને ભારતમાં પ્રથમ કેસની સફળ સારવાર આણંદની ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવી હતી. ડો. સંદિપ માવાણી જણાવ્યું હતું કે ઓપરેશન બાદ તેમને ઇન્જેક્શન લાઇપોઝોમલ એમ્ફોટરીશીન-બી પર રાખવામાં આવ્યા.

આ ઇન્જેક્શનનો ડોઝ વધારીને 6 અઠવાડિયા માટે આપ્યો. પોસાગોનાઝોન દવા પર જ રાખવામાં આવે છે. તેમની ક્લીનીકલ કન્ડીશન સ્ટેબલ છે. તેમને હજુ પણ 3થી 4 સર્જરીની જરૂર છે. જેમાં ઇએનટી લીબ્રાઇમેન્ટ છે. બાકી જે સ્કલબોન કાઢ્યા છે તે ભવિષ્યમાં ટાઇટેનિયમ ઇન્પ્લાન્ટથી રિપ્લેસ કરવાના છે. તેને આ કન્ડીશનમાં દર્દીને સ્કલ અને ફોરહેડમાં સ્વેલિંગ થયુ તે પેઇનફુલ હતું. ઓપરેશન દરમિયાન સ્કીનને હટાવી તો બોર્નમાંથી સતત પરૂ નીકળી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...