• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Organizing Various Programs At Irma, Anand, Said The Chairman Of NDDB Simple Language, Financial Management And Punctuality. Kurien's Mantra Of Success

શ્વેતકાંતિના પ્રણેતાની જન્મ જયંતિ:આણંદના ઈરમા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન, NDDBના ચેરમેને કહ્યુ- સરળ ભાષા, નાણા સંચાલન અને સમય પાલન ડો. કુરિયનની સફળતાનો મંત્ર

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મિનેષ શાહ ,ચેરમેન ,એનડીડીબી - Divya Bhaskar
મિનેષ શાહ ,ચેરમેન ,એનડીડીબી
  • ઈરમાં ખાતે રક્ત દાન કેમ્પ, સાયકલ રેલી સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું
  • ડો.વર્ગીસ કુરિયન સ્થાપિત સંસ્થાઓના વડાઓ દ્વારા ડો.કુરિયન સાથે ગાળેલો ફરજકાળ અને તેના અનુભવો જણાવ્યાં

ચરોતર જ નહીં જ પરંતુ વિશ્વભરમાં શ્વેતક્રાંતિ થકી નવી રાહ દેખાડનારા ડો. વર્ગીસ કુરિયનની 26 નવેમ્બરના રોજ 100 મી જન્મ જયંતિ છે. આ નિર્મિતએ 23 મીએ ઈરમા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત 20 નવેમ્બરના રોજ રક્ત દાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ઈરમાના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ ભાગ લીધો અને લગભગ 70 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. તારીખ 21ના સવારે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 700 લોકોએ ભાગ લીધો. જેને ડો. ઉમાકાન્ત દાસ ડિરેક્ટર, ઈરમા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જે બાદ આજે બુધવારે 24 મી નવેમ્બરે ડો.વર્ગીસ કુરિયન સ્થાપિત સંસ્થાઓના વડાઓ દ્વારા ડો.કુરિયન સાથે ગાળેલો ફરજકાળ અને તેના અનુભવો જણાવ્યા હતા.

આ અંગે એનડીડીબીના ચેરમેન મિનેષભાઇ શાહે બુધવારના રોજ ઇરમા ખાતે યોજાયેલા ડો. કુરિયન મહોત્સવના પ્રારંભ પ્રસંગે ડો.કુરિયન સાથેના સાંભરણા યાદ કરતા જણાવ્યું હતું કે 'મારી વડોદરા ડેરી ખાતે નિમણૂંક કરવામાં આવી તે સમયે હું સૌથી યુવા કર્મચારી હતો. આ સમયે ડો. કુરિયન સાથે કામ કરતાં સમયે તેઓ સફળતા માટે ત્રણ મંત્ર આપ્યાં હતાં. પહેલું સરળ ભાષામાં વાત કરવી, નાણાનુ યોગ્ય સંચાલન કરવું અને સમયનું પાલન કરવું. આજે હું ત્રણેય મંત્રને સાથે રાખીને ચાલું છું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું 1985માં વડોદરા ડેરીમાં જોડાયો હતો, આ સમયે સૌથી યુવા કર્મચારી હતો. આમ છતાં ડો. કુરિયને મને તક આપી હતી. તેઓએ સફળતા માટે ત્રણ મંત્ર આપ્યાં હતાં. જેનું આજે પણ હું પાલન કરું છું. આ મંત્રમાં સરળ ભાષામાં વાત કરવી, નાણાંનું યોગ્ય સંચાલન અને સમય પાલન હતું. આ બાબતે મીનેશ શાહે દાખલા આપતાં ઉમેર્યું હતું કે, શ્રીલંકાના પ્રોજેકટમાં કામદારોને લઇ મુશ્કેલી ઉભી થઈ હતી. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રતિકૂળતા ઉભી થતાં પરત ફરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે પ્રેસિડન્ટના મળવાં ગયાં, ત્યાં ડો. કુરિયને માત્ર એક જ વાક્યમાં જણાવ્યું હતું કે, અમે ગુડબાઇ કહેવા આવ્યાં છીએ.

આ ઉપરાંત તેવી જ રીતે દેશનો પ્રથમ પાવર પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો હતો. તે સમયે કોમ્પ્યુટર નવા –નવા હતાં, કોઇને એક્સલ સીટથી લઇ ખાસ ગતાગમ પડતી નહતી. આથી ડો. કુરિયને તાત્કાલીક મિનેષભાઇ શાહને બોલાવ્યાં હતાં.

આ બેઠક દરમિયાન ડો. કુરિયને આરઓઆઈ અંગે પુછપરછ કરી હતી. મિનેષભાઇએ જવાબ આપ્યો કે અત્યારની સ્થિતિ જોતાં આપણા આરઓઆઈનું ઇન્વેસ્ટ બરાબર નથી. જોકે, ડો. કુરિયને સ્પષ્ટ કહ્યું કે, અહીં તમને ઇન્વેસ્ટના નિર્ણય માટે નહીં, પરંતુ માર્ગદર્શન આપવા બોલાવ્યાં છે. જેમાં તમે મને સફળતા કેવી રીતે મેળવવી ? તે જણાવશો. ડો. કુરિયનની ગાંધીનગરમાં ઉચ્ચકક્ષાના અધિકારી સાથે બેઠક હતી. જેમાં 15 મિનીટ પહેલા ગાંધીનગર પહોંચી ગયાં બાદ તેમણે ઓફિસે ન જતાં શહેરની સફર કરી હતી અને બે મિનીટ પહેલા ઓફિસે પહોંચ્યાં હતાં.

આ સમયે હાલના એનડીડીબીના ચેરમેન મિનેષ શાહ સાથે હતાં. જોકે, બેઠકમાંથી બહાર આવ્યાં બાદ ડો. કુરિયને જણાવ્યું હતું કે, જ્યારે આપણે આવ્યાં ત્યારે સેક્રેટરી સ્વાગત માટે બુકે લઇને ઉભા હતાં. પરંતુ જો 15 મિનીટ પહેલા આવ્યાં હોત તો કોઇ સ્વાગત માટે ઉભું હોત નહીં. આપણે પણ ઉભા રહેવું પડ્યું હોત. આથી, હંમેશા મોડું કે વહેલું બેઠકમાં પહોંચવાના બદલે સમયસર પહોંચવું જોઈએ.

આ ઉપરાંત મીનેશ શાહે કહ્યું હતું કે, અમુલનું નામ આણંદમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ડો. કુરિયને ભારતને સમગ્ર વિશ્વમાં સૌથી દૂધ ઉત્પાદન કરતો દેશ બનાવ્યો છે. તેઓ ટાવરીંગ પર્સનાલીટી હતાં, તેઓએ વિશ્વના નકશા પર આણંદને દૂધનું પાટનગર બનાવ્યું છે. તેઓએ ઘણા બધી ઇન્સ્ટીટ્યુટ બનાવ્યાં છે, તેમની પાછળ તેઓનો હેતુ નવીનીકરણ, વ્યવસાયલક્ષી માર્ગદર્શન મળી રહે તેવો હતો. તેઓ એક સમયે સૌથી મોટા ઇન્સ્ટીટ્યુશન બિલ્ડર તરીકે ઓળખાતાં હતાં. ડો. કુરિયન કહેતા હતાં કે, સંસ્થાઓને એવી રીતે વિકસાવો કે તે વ્યક્તિના વિકાસ માટે મદદ કરી શકે. આપણા દેશની સૌથી મોટી મિલકત આપણી પ્રજા જ છે. તેમણે પોતાનું જીવન પશુપાલકો માટે વ્યતિત કરી દીધું હતું. તેમને વગર દૂધક્ષેત્રે સફળતા મેળવી મુશ્કેલ હતી. જોકે, ડો. કુરિયનના મતે સફળતાની જેમ નિષ્ફળતાને પણ ઉજવવી જોઈએ.

આ ઉપરાંત જીસીએમએમએફના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી બાદ ગાંધીજી પછી કોઇએ સાચેમાં ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું હોય તો તે ડો.કુરિયન છે. આણંદ સ્થિત ઇરમા ખાતે વિશ્વભરમાં શ્વેતક્રાંતિ થકી નવી રાહ દેખાડનારા ડો. વર્ગીસ કુરિયનની 26મી નવેમ્બરના રોજ 100મી જન્મ જયંતિ છે. આ નિમિત્તે બુધવારે ઈરમા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ડો. વર્ગીસ કુરિયન મહોત્સવનો બુધવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઇરમાના ડિરેક્ટર ડો. ઉમાકાન્ત દાસ, એનડીડીબીના ચેરમેન મિનેષ શાહ, એનસીડીએફઆઈના મેનેજીંગ ડિરેક્ટર કે.પી. સુપેકર, એનઇએમએલના મેનેજીંગ ડિરેક્ટર મૃગંક પરાંજપે વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...