વિદ્યાર્થીઓ માટે ખાસ વર્કશોપ:વાસદની એસવીઆઈટી કોલેજમાં વિદ્યાર્થીઓમાં નૈતૃત્વ કૌશલ્ય વિકાસ કેળવણી માટે " ફાઈન્ડિંગ રીડર ઇન યુ" વર્કશોપનું આયોજન

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ.એસ.એન્ડ.એચ ડિપાર્ટમેન્ટના ડો.એ. કે. અધિકારીની અધ્યક્ષતામાં 60 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો
  • વર્કશોપનું મુખ્ય આકર્ષણ થિયરીની સાથે-સાથે વન ટુ વન પ્રેક્ટીકલ સેશન રહ્યું હતું

વાસદની એસવીઆઈટી કોલેજમાં વિદ્યાર્થીઓમાં નૈતૃત્વ કૌશલ્ય વિકાસ કેળવણી માટે " ફાઈન્ડિંગ રીડર ઇન યુ" વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર સમયમાં સમાજને ફકત ભણેલા-ગણેલા ફોલોઅર નહીં પરંતુ સમાજને યોગ્ય દિશા ચીંધી શકે એવા સહાસી, નીડર, લીડરની જરૂર છે તેથી કરીને વિદ્યાર્થીઓ આગળ આવે અને કંઈક ઇનોવેટિવ કાર્ય દ્વારા પોતાની એક અલગ ઓળખ ઉભી કરી શકે તે હેતુથી "Find the leader in You" પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સમગ્ર આયોજન ડો.એ. કે. અધિકારીની અધ્યક્ષતામાં એ. એસ. એન્ડ એચ. ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ એસ.વી.આઈ.ટી.દ્વારા "ફાઇન્ડિંગ લીડર ઇન યુ" પર ચાર દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ કોમ્પિટિટિવ નેસ માઈન્ડસેટ ઇન્સ્ટિટયૂટ, અમેરિકા તથા આઈ.આઈ.ટી., ગાંધીનગરના સહયોગથી જી. ટી.યુ. ઝોન - 3 માં એસ.વી.આઈ.ટી.ખાતે સતત પાંચમાં વર્ષે આયોજન કરવામાં આવી છે.

હાલના સમયમાં માત્ર ચોપડાકિય ગોખેલું જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટીકલ જ્ઞાન પણ હોવું જરૂરી છે એટલે કે સ્કીલ, કૌશલ્ય પર પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં લીડરશીપના ગુણ કેળવાય અને નોકરીમાં તેઓ ગુલામ તરીકે નહીં પરંતુ પોતાના ઇનોવેટિવ આઇડિયા થકી નીડર થઈને જોખમ ઉપાડીને પોતાના સાહસનો પરિચય આપી શકે અને કંઈક નવું કરી શકે તે હેતુથી નેતૃત્વ કૌશલ્યના ગુણો શીખવા માટે, વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપનું મુખ્ય આકર્ષણ થિયરીની સાથે-સાથે વન ટુ વન પ્રેક્ટીકલ સેશન રહ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રૂપ થી માહિતી અને જ્ઞાન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ કોઈપણ કાર્યમાં નીડર થઈને પહેલ કેવી રીતે કરવી તેના માટે શું આયોજનો કરવા અને સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો તે વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમને નાના-નાના પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતા જેના થકી તેમની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવી શકાય અને આત્મજ્ઞાનનું એમને અનુભવ થાય.

આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે રોનક પટેલ ચેરમેન- એસ.વી.આઈ.ટી, ડૉ.વિરાજ વોરા ,ડેન્ટલસટ અને મોટીવેશનલ સ્પીકર, પવની અગ્રવાલ અને ઇન્દ્રજીત કપૂર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તેમનું વ્યક્તિત્વ વિકાસ માટે ટીપ્સ આપી હતી. જેથી વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્તિઓને બહાર આવે અને તેઓના સર્વાંગી વિકાસ થાય તે માટેના લેક્ચર ત્યાર પછી વન ટુ વન સેશન કરીને તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

એસવીઆઇટી વાસદના અધ્યક્ષ રોનક પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ, મંત્રી ગૌરાંગ પટેલ, સહ મંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશ પટેલ, ટ્રસ્ટી કિશોર પટેલ, સતિષ પટેલ, હેમંત પટેલ, કેમ્પસ ડાયરેક્ટર, દિનેશ પટેલ, આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ, ડૉ.એ.કે.અધિકારી અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...