તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:છ પાલિકાઓમાં મતદાર યાદી તૈયાર કરવા આદેશ, ચૂંટણી પડઘમને લીધે તંત્રની કવાયત

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને પગલે આણંદ પાલિકા, બોરસદ, પેટલાદ, ખંભાત, સોજીત્રા, ઉમરેઠ પાલિકાઓની ચૂંટણીઓ ત્રણ માસ માટે મુલતવી રાખી હતી.પરંતુ રાજ્ય સરકાર દ્વારા કેટલાક સ્વરાજયના એકમોમાં ભૌગોલિક હદોમાં ફેરફાર કરેલા છે. તેમજ કેટલાક સ્વરાજયના એકમોમાં બેઠકોની સંખ્યામાં વધારો તથા ધટાડો થવાથી નવેસરથી વોર્ડ રચના, સીમાકન અંગેના પ્રાથમિક તથા આખરી આદેશો રાજયની ચૂંટણી આયોગ દ્વારા જાહેર કર્યા છે. તેમજ જે સ્વરાજયના એકમમોમાં ભૌગોલિક હદોમાં તથા બેઠકોની સંખ્યામાં ફેરફાર થયેલ નથી તેવા સ્વરાજયના એકમો માટે હાલમાં અમલમાં હોય તે સીમાંકન મુજબ મતદાર યાદી તૈયાર કરાવામાં આવનાર છે.જેમાં નગરપાલિકાના મતદાન મથક દીઠ એક હજાર થી બારસો ભાગવાર મતદારોની મર્યાદામાં વોર્ડ -મતદાર તૈયાર કરવાની સેચનાઓ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો