આણંદ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં બીએલઓ, મતદાર કાપલી વિતરણ અને બુથમથકો પર સરકારી કર્મચારીઓ ફરજ બજાવી હતી. તે વાતને એક માસ થઇ ગયો તેમ છતાં 1810મતદાન કાપલી વિતરણ કરનાર કર્મચારીઓને તેમજ કેટલાં પ્રિસાઇન્ડીંગ ઓફિસરો તેમજ અન્ય સ્ટાફને ચૂંટણીનું મહેનતાણું મળ્યું નથી.જે બાબત ચૂંટણી પંચના ધ્યાને આવતાં તાત્કાલિક મહેનતાણું ચુકવીને દિન10 માં કોઇનું મહેનતાણું બાકી નથી.તેવું પ્રમાણપત્ર મોકલી આપવાનો આદેશ કરતાં વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
ચૂંટણી પંચના આદેશના પગલે જિલ્લાના મામલતદાર કચેરીમાં હલચલ મચી ગઇ છે. જેમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારીના કામકાજના કલાકો, વર્ક ઓડર, આપવા પાત્ર ભથ્થાં સહિતની બાબતોનો તાલમેલ બેસાડવા મામલતદાર કચેરીઓના હિસાબી વિભાગમાં મોડી સાંજ સુધી કવાયત હાથ ધરવામાં આવી હતી. જો કે બે વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી કર્મચારીઓના બેંક એકાઉન્ટ નંબરમાં -ાતિ હોવાથી તેમની ચૂકવણી બાકી હોવાનું અને નવેસરથી નંબર મેળવીને ચૂકવણી કરવામાં આવી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જો કે ગંભીર બાબત એ પણ જાણવા મળી હતી કે, જિલ્લામાં ચૂંટણી અગાઉ મતદાર સ્લીપ પહોંચાડવાની જવાબદારી નિભાવનાર 1810 બુથ લેવલ ઓફિસર (બીએલઓ)ને હજી સુધી પૂરેપૂરી રકમની ચૂકવણી કરવામાં ન આવ્યાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.
જેમાં જુદી જુદી ચૂંટણીલક્ષી કામગીરી નિભાવનાર કર્મચારીઓને સ્લીપ વિતરમ દીઢ નક્કી કરેલા નાંણા મળ્યાં નથી. આ ઉપરાંત કેટલાંક પ્રિસાઇન્ડીંગ ઓફિસ સહિતના કર્મચારીઓ મહેનતાણું ન મળતાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતી દરેક જિલ્લામાં સર્જાતા ચૂંટણી પંચ સુધી ફરિયાદ પહોંચી હતી. જેથી ચૂંટણી પંચે તમામ કર્મચારીઓને તાત્કાલિક મહેનતાણું ચૂકવી દઇને તેકોઇ કર્મચારીનું મહેનતાણું બાકી નથી. તેવું પ્રમાણ પત્ર મોકલી આપવા આદેશ કર્યો છે. જેના પગલે વહીવટીતંત્ર દોડતું થઇ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.