સૂચના:રીસરફેસીંગ કામમાં થયેલા ભ્રષ્ટ્રાચારની તપાસ કરી 3 દિ’માં અહેવાલ આપવા આદેશ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પાલીકાના રસ્તાની કામગીરી પૂર્ણ ન થઈ હોવા છતાં કોન્ટ્રાકરે પુરા બીલ મુક્યા

આણંદ નગરપાલિકા દ્વારા 2017માં ભુગર્ભ ગટર યોજના કામ હાથધર્યુ હતું.ત્યારે રસ્તા તોડી નાખ્યા હતા.તે ના રીસરફેસીંગ કરવા માટે કોન્ટ્રાકટ આપ્યો હતો. ગટર યોજના અંતર્ગત કામગીરી દરમિયાન રીસરફેંસીગ કરવા બાકી હતું. તેથી 17 સોસાયટીઓમાં રીસરફેસીંગ રોડ બનાવવા માટે કોન્ટ્રાકટર દિનેશ પટેલને કોન્ટ્રાકટર આપ્યો હતો.માત્ર 9 માસમાં કામપૂર્ણ કરવા જણાવ્યું હતું.પરંતુ આ રોડ બનાવવાની કામગીરી આજ દીન સુધી પૂર્ણ કરવામાં આવેલ નથી.તેમ છતાં કોન્ટ્રાકટર દ્વારા રસ્તાઓનું કામ પૂર્ણ કર્યાનો રીપોર્ટ કરતા નગરપાલિકા દ્વારા રોડનાં કામ ખરેખર પૂર્ણ કરાયેલા છે કે કેમ તેની કોઈ તપાસ કર્યા વિના કોન્ટ્રાકટર દિનેસ પટેલને 1,07,0790 રૂપિયાનાં બિલ ચુકવણી કરી દેવામાં આવી હતી.

રસ્તાઓ રીસરફેસીંગ કરવાની કામગીરી પૂર્ણ થઈ નહી હોવા છતાં કોન્ટ્રાકટરને બીલની રકમ ચુકવી દીધુ હતું. કાઉન્સિલર સલીમ દિવાન દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.તેમજ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીકલ પાસેથી આ રકમની વસ્ુલતા કરવા તેમજ કોન્ટ્રાકટર દ્વારા જે 5,21,495 રૂપિયાની સીકયુરીટી ડિપોઝીટ ભરવામાં આવેલી છેતે પરત ન અપાવા તેમજ કોન્ટ્રાકટર પાસે દંડ વસુલવા માટે જણાવ્યું હતું. જે બાબતે કોઇ તપાસ ન થતાં આખરે વોર્ડ નં.5નાં કાઉન્સિલર સલીમશા દિવાનએ પ્રાદેશિક નિયામક નગરપાલિકાઓની કોર્ટમાં દાદ માંગી હતી. જે અંગે પ્રાદેશિક નિયામક નગરપાલિકાઓનાંએ સલીમશા દિવાનએ કરેલી રજુઆત અંગે પાલિકાનાં COને દિન 3માં તપાસ કરીને હકીકતલક્ષી અહેવાલ રજુ કરવા આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...