આણંદ પાલિકામાં સાંસદ મિતેષભાઇ પટેલે તાજેતરમા આણંદ શહેરના વિકાસના કામો માટે અગત્યની બેઠક બોલાવી હતી.ત્યારે આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ સહિત 25 કાઉન્સિલરો ગેરહાજર રહ્યાં હતા. માત્ર 11 કાઉન્સિલરો હાજર રહ્યાં હતા. જેના પગલે પાલિકામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો હતો.
આથી સાંસદ મિતેષ પટેલે બેઠકનો મિનિટ ટુ મિનિટ રીપોર્ટ તૈયાર કરીને ચીફ ઓફિસરને રિપોર્ટ મોકલી આપવા સુચના આપી હતી. આણંદ પાલિકામાં સાંસદ મિતેશભાઈ પટેલે તાજેતરમા બોલાવેલી બેઠકમાં ભાજપના 25 કાઉન્સિલરો ગેરહાજર રહેતા હાલ ભાજપમાં ચાલતા જૂથવાદ ચોરને ચોટે ચર્ચાનો વિષય બની ગયો છે.
આણંદ નગર પાલિકાના કાઉન્સિલરો એક જૂથના હાથ બનીને કામ કરી રહ્યાં છે. તેમના ઇશારે શહેરના કામો મુકતા હોવાની ચર્ચાઓ જોર પકડયું છે.ત્યારે સાંસદ મિતેશભાઈ પટેલે યોજવામા આવેલ બેઠકમાં 25 કાઉન્સિલરો ગેરહાજર રહ્યાં હતા.જેથી સાંસદ રોષે ભરાયા હતા.
તેઓએ તાત્કાલિક ચીફ ઓફિસર એસ. કે. ગરવાલને બેઠકનો મિનિટ ટુ મિનિટ રીપોર્ટ તૈયાર કરીને મોકલી આપવામાં જણાવ્યું હતું. પરંતુ ચીફ ઓફિસર દ્વારા હજુ સુધી મિનિટ ટુ મિનિટનો રીપોર્ટ મોકલવામા આવ્યો નહીં હોવાનુ આણંદ સાંસદના પી.એ દર્શનભાઈ પટેલે જણાવ્યું હતું.જો કે રીપોર્ટ આવ્યા બાદ રાજય સરકારમાં મોકલવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.