તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:જમીન મહેસુલ સો ટકા વસુલાત કરવા તંત્રનો 8 ટીડીઓને આદેશ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 .90 કરોડ ઉપરાંતનો જમીન મહેસુલ વસુલાત બાકી

કોરોના કાળમાં આણંદ જિલ્લામાં 362 ગામડાઓમાં રૂ. 12 .90 કરોડ ઉપરાંતનો જમીન મહેસુલ વસુલાત ચોપડે બાકી બોલે છે.ત્યારે બાકી પડતો વેરા વસુલાત હાથ ધરવા માટે આણંદ જિલ્લા પંચાયત મહેસુલ વિભાગ એકાએક હરકત આવી ગયું છે. આથી જિલ્લાના આઠ તાલુકાઓના ટીડીઓની મિટીંગ બોલાવી સો ટકા વસુલાત હાથધરવાની સાથે 50 ટકાથી ઓછી વસુલાત હોય તેવા ગામડાઓની યાદી તૈયાર કરવા આદેશની સાથે જરૂરી સુચનાઓ આપી હતી.

જમીન મહેસુલ કાયદાની કલમ-136 મુજબ જમીન મહેસુલએ જમીન પરનો પ઼થમ બોજો ગણાય છે. આણંદ જીલ્લામાં 362 ગામડોઓનો જમીન મહેસુલ રૂ 12 કરોડ 94 લાખ 18 હજાર 377 જેટલી રકમ બાકી બોલે છે. જેમાં સોજીત્રા તાલુકામાં 12 લાખ 99 હજાર 193 સહિત તારાપુર તાલુકામાં 32 લાખ બે હજાર ઉપરાંતની વસુલાત બાકી પડતી હોવાથી આઠ તાલુકાઓના ટીડીઓની જીલ્લા પંચાયતમાં મિટીંગ યોજાઈ હતી.જેમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ જીલ્લાના આઠેય ટીડીઓને સો ટકા વસુલાત કરવા તાકીદ કરાઇ હતી.ત્યારબાદ 50 ટકાથી ઓછી વસુલાત થઈ હોય તેવા ગામડાઓની યાદી તૈયાર કરવામાં આવે સહિતની જરૂરી સુચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...