તારીખ પર તારીખ |:સીએમઓમાંથી આદેશ, જિટોડિયા રોડ પર16મીથી સિટી બસ શરૂ કરો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખરે મામલો મુખ્યમંત્રીના દ્વાર સુધી પહોંચ્યો
  • પાલિકાએ વીટકોસને લેખિતમાં જાણ કરી

આણંદ -જીટોડિાય રોડ પર વીટકોસ બસ દોડાવવા માટે જિલ્લા કલેક્ટર ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરિયાદ ઊઠી હતી. ત્યારે કલેક્ટરે સિટી બસ દોડાવવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં સિટીબસ નહીં દોડાવતાં સમગ્ર મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. જો કે મુખ્યમંત્રી કચેરીએથી સિટી બસ દોડાવવાનો આદેશ કરાતાં તંત્રએ આગામી 16મી જાન્યુઆરીથી સિટી બસ દોડાવવાનો લેખિતમાં હુકમ કરવાની ફરજ પડી છે.

આ અંગે આણંદ જીટોડિયા રોડના રહીશ નવીનચંદ્ર્ પટેલે જણાવ્યું હતું કે, જીટોડિયા રોડ પર સિટી બસો દોડાવવા માટે ફરિયાદ કરવામાં આવી હતી. આખરે કલેક્ટરનો હુકમ હોવા છતાં આણંદ પાલિકા તંત્ર દ્વારા લેખિત જવાબમાં મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, જીટોડિયા રોડ પર સિટી બસ ચાલુ હતી. પરંતુ પેસેન્જર ન મળવાંને કારણે આ રૂટ બંધ કરવામાં આવ્યો હતો.

તેમજ નગરપાલિકા હદ વિસ્તાર બહાર સિટી બસ દોડાવવાની માંગણી કરવામાં આવેલ હોવાનું ઉલ્લેખ કરતાં અરજદાર ચોકી ઊઠ્યાં હતા. આખરે મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતાં મુખ્યમંત્રી કચેરીએ ચીફ ઓફિસર સહિત વીટકોસ સિટી બસના સંચાલકને સિટી બસ દોડાવવાનો આદેશ કર્યો છે. જેના ભાગરૂપે સિટી બસના સંચાલકે બસો મેન્ટેન્સમાં હોવાથી ચાલુ થયેલ નથી, છતાં આગામી 16 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી સ્ટેશનથી જીટોડિયા સુધી રૂટ ચાલુ કરાશે તેમ લેખિતમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...