તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:જન આશીર્વાદ યાત્રાની સફળતાથી વિરોધી લોબી સક્રિય : મિતેષ પટેલ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના કેસોને વાયરલ કરી બદનામ કરવાનું કાવતરું

આણંદના ભાજપના સાંસદ મિતેષભાઇ પટેલ સામે રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધાયા હોવા બાબતની સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સંદેશાનું તેમણે ખંડન કરતા કહ્યું હતું કે, જૂના ઘટનાક્રમને ફરતા કરી બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મીડિયામાં જેનો ઉલ્લેખ કરાયો છે તે રાયોટીંગનો ગુનો ઘણો જૂનો છે. જેમાં આણંદ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે અમને સૌને નિર્દોષ છોડયા છે. તેમ છતાં હાલમાં કેટલાં વિરોધીઓ મને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં ઇપીકો કલમ436,332,380,147,148 નામે મને બદનામ કરી રહ્યા છે.

આ બાબતે પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કરી છે અને જરૂર પડે કાયદેસરની કાર્યવાહી કરીશ.વધુમાં મિતેષ પટેલે જણાવ્યું હતું કે બે દિવસથી સોશિયલ મીડિયામાં મારા વિરૂધ્ધ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં ભાજપની જનઆર્શીવાદ યાત્રાને ભારે પ્રતિસાદ સાંપડ્યો છે તેનાથી વિરોધીઓને પેટમાં તેલ રેડાતા આ પ્રકારની હરકત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...