વિરોધ:ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓને જોડવા બાબતે ખંભાતમાં વિરોધ

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત ખાતે પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓને જોડવા નિર્ણય સામે કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતુ. - Divya Bhaskar
ખંભાત ખાતે પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓને જોડવા નિર્ણય સામે કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતુ.
  • કાયદામાં સુધારો કરી જે તે મંડળ સાથે જોડાયેલી સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓને પણ પ્રાઈવેટ યુનિ.માં જોડાવાની જોગવાઈ
  • અધ્યાપકો-વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ કર્યો

પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ અંતર્ગત ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓને પણ જોડવાને લઈને ખંભાતમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને કાળી પટ્ટી પહેરી બેનર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2009માં પ્રાઈવેટ યુનિવર્સિટી એકટ બહાર પાડવામાં આવ્યો હતો. જે મુજબ રાજ્યમાં સરકારી સિવાયની યુનિવર્સિટી સ્થાપવાનો માર્ગ મોકળો થયો હતો. વર્ષ 2011માં સુધારો કરી જે તે મંડળ સાથે જોડાયેલી સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓને પણ પ્રાઈવેટ યુનિવર્સિટીમાં જોડાણ કરવાની જોગવાઈ કરાઈ હતી.

એ પછી 10 વર્ષ બાદ વર્ષ 2021માં સરકાર દ્વારા વધુ એક સુધારો કરી ગ્રાન્ટથી ચાલતી સંસ્થાઓને પણ પ્રાઈવેટ યુનિવર્સિટી સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, કર્મચારીઓના પગાર, અન્ય લાભ, વિદ્યાર્થીઓની ફી સહિત સંસ્થા ચલાવવા પ્રાપ્ત થતી ગ્રાન્ટ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જે બાબતે ખંભાતમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ કાળી પટ્ટી સાથે વિરોધ કરી બેનર બતાવી પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...