તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ખંભાતના CCTV કૌભાંડમાં વિરોધ પક્ષની તપાસની માંગ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાપક્ષે શહેરનો નહીં, પોતાનો વિકાસ કર્યો હોવાનો સભ્યનો આક્ષેપ

સંવેદનશીલ તાલુકા એવા ખંભાતમાં સીસીટીવી કેમેરાનું કૌભાંડ ધુણી ઉઠ્યા બાદ વિરોધ પક્ષના નેતાઓએ સમગ્ર કૌભાંડની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી કરી છે. કાઉન્સિલર દ્વારા આ મામલે ભાજપ દ્વારા માત્ર શહેરનો જ નહીં, પરંતુ પોતાનો જ વિકાસ કર્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

ખંભાતમાં 175 સીસીટીવી નાંખવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ માત્ર 58 કેમેરા નાંખવાના બનાવમાં કોંગ્રસ નેતા અને ખંભાત નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ્લબાઈ ચુનારાએ જણાવ્યું હતું કે, સમગ્ર ખંભાતમાં કરોડોના ખર્ચે સીસીટીવીનો કોન્ટ્રાક્ટ માનીતાઓને આપીને જે જગ્યાએ નાંખવાના હતા તે જગ્યાએ નાંખ્યા નથી. ખંભાતમાં મોટાભાગના વિસ્તારો સંવેદનશીલ છે ત્યારે અમારી માંગણી છે કે સમગ્ર કૌભાંડની ન્યાયિક તપાસ થાય. આગામી બોર્ડ મીટીંગમાં પણ આ મુદ્દાને અમે આગળ લાવીને લડત આપીશું.

એ જ રીતે બીજી તરફ વોર્ડ નંબર 4ના કાઉન્સિલર નીતિનભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ભાજપને માત્ર પોતાનો જ વિકાસ કરવામાં રસ છે. શહેરના વિકાસમાં લેશમાત્ર રસ નથી. માત્ર સીસીટીવી કૌભાંડ જ નહીં, પરંતુ આજદિન સુધી ખંભાતને મીઠું પાણી પણ મળ્યું નથી. ત્યારે આ સમગ્ર મામલે આગામી દિવસમાં અમે કડક લડત આપી પ્રજાને ન્યાય મળે તેવા પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...