સુત્રોચ્ચાર સાથે વિરોધ:આણંદ પાલિકાની સભા શરૂ થતાની સાથે જ વિરોધ કરવાના બદલે વિપક્ષનો બહિષ્કાર

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પાલિકાની સભામાં મેચ ફિક્સિંગ જેવો ખેલ
  • જબ જબ ભાજપ ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ જેવા સુત્રોચ્ચાર

આણંદ નગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભા તોફાની બનાવવાના એંધાણથી પાલિકાના ભવનમા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ત્યારે સામાન્ય સભામાં વંદેમાત્ર ગીત ગાઇને વિપક્ષના નેતા સહિત કાઉન્સિલરો એજન્ડાઓની ચર્ચા વિચારણા કર્યા વિના જ બહાર નીકળી ગયા હતા.

આથી સત્તાધારી પક્ષના કાઉન્સિલરોએ તક જોઇને તમામ એજન્ડાના 77 કામો બહુમતીના જોરે કરોડાના માત્ર 2 મિનિટમાં મંજુર કરી દેવાતા ફિકસ મેચ જેવો ખેલ રચાયો હતો.જેના કારણે સભા પહેલા ફૂંફાળા મારતાં કોંગ્રેસનના કાઉન્સિલરોની પણ પોલ ખુલ્લી પડી ગઈ હતી.આમ સામાન્ય સભામાં પોલીસને બોલાવાતાં વિપક્ષે જબ જબ ભાજપ ડરતી હૈ પોલીસ કો આગે કરતી જેવા સૂત્રોચ્ચાર કરીને પાલિકા ભવન ગજવી દીધુ હતું.

આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબા ઝાલા અને ચીફ ઓફિસરએસ કે ગરવાલની ઉપસ્થિતીમાં સામાન્ય સભા યોજાઇ હતી. જો કે સામાન્ય સભાની શરૂઆત પહેલા વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું હતું.જે પુર્ણ થતાંની સાથે વિપક્ષના નેતા સલીમશા દિવાન ,પલક વર્મા સહિત અન્ય કાઉન્સિલરોએ સામાન્ય સભાનો બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા હતા.

આથી પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલે વાંચન કે ચર્ચા વિચારણા કરે તે પહેલા જ ભાજપના કાઉન્સિલર કાંતિભાઇ ચાવાડાએ તમામ કામો મંજૂર મંજૂર બૂમો પાડીને કહેતાની સાથે ભાજપના તમામ કાઉન્સિલરો સભાખંડની બહાર નીકળી ગયા હતા.આ અંગે વધુમાં વિપક્ષના નેતા સલીમશા કાલુશા દિવાને લોટીયા ભાગોળ પાલિકા હસ્તકનો કોમ્યુનિટી હોલ નવીનીકરણ કરીને મહારાણા પ્રતાપના નામ કરણ સાથે જોડવામાં આવે તેવી લેખિતમાં માંગ કરી હતી.

સામાન્ય સભા વર્ષોથી થાય છે પરંતુ પહેલી વખત પાલિકામા સત્તાધિશોએ પોલીસ બોલાવી દીધી હતી. જો કે પાલિકા સત્તાધિશો વિપક્ષથી ડરી ગયા હોય તેમ જબ જબ ભાજપ ડરતી હૈ પોલીસો આગે કરતી હૈ પાલિકા ભવનમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો.બીજી તરફ આણંદ નગર પાલિકાના સત્તાધિશોએ યુકતી પૂર્વક 72 એજન્ડાની સાથે પ્રમુખ સ્થાને વધુ ચાર કામો મુકીને મંજૂર મહોર મુકી દેવામાં આવતાં નગરસેવકોમાં પણ ચર્ચાનો વિષય બની ગયો હતા.સામાન્ય સભામાં ભાવેશભાઇ સોલંકી કેતન બારોટ, સુમિત્રાબેન પઢિયાર સહિત અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.​​​​​​​

સભામાં ચૂપચાપ રીતે વધુ ચાર એજન્ડાના કામો છેલ્લી ઘડીએ મુકી દીધા સામાન્ય સભામાં વધારા મુકાયેલા કામોમાં 15માં નાંણા પંચ હેઠળ મળેલ અનુસુનિચ જાતિ માટે ફાળવેલ 2011ની વસ્તી પ્રમાણે કુલ 2.46 કરોડ અને 1.70 કરોડની ગ્રાન્ટ મળી છે.જેમાં કામો મંજૂર કરવા તથા તાંત્રિક મંજૂરી મેળવવા બાબતે કાર્યવાહી કરવાનું કામ મંજૂર કરાયું છે.

આ ઉપરાંત સુએઝ ટ્રીટમેન્ટ પાઇપને કનોડ તળાવમાં જોડાણ માટે રેલવે ક્રોસીંગ કામગીરી માટે અગાઉ 6.75 લાખની મંજૂરી મળી હતી.પરંતુ કોઇ કોન્ટ્રાકટર ડેન્ટર ભર્યા ન હતા. જયારે ચોથી વખત પ્રયત્ન કરતાં એક કોન્ટ્રાકટરને રૂા 13.64 લાખ ટેન્ડર ભર્યું હતું. તે મુજબ કામ કરવા તૈયાર છે. જેથી તેને કામગીરી સોંપવાનું કામ મંજુર કરવામાં આવ્યાં છે.જે સભામા છેલ્લી ઘડીએ ફાઈલમાં મુકી દેવાતા નગરસેવકો ચોંકી ઉઠયા હતા.

અન્ય સમાચારો પણ છે...