તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Operation Of Injured Youth In Borsad Stopped Due To Lack Of Money, Health Minister Immediately Gave Amrutam Card And Gave New Life

મદદ:બોરસદમાં ઇજાગ્રસ્ત યુવકનું નાણાંના અભાવે ઓપરેશન અટક્યુ, આરોગ્યમંત્રીએ તુરંત મા અમૃતમ કાર્ડ આપી નવુ જીવન આપ્યું

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતના કારણે યુવકને માથા અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી

આણંદના બોરસદ તાલુકાના દાવોલ ગામે રહેતા ચંદ્રકાંત નટુભાઈ ગોહેલ 27મી મેના રોજ પોતે બાઈક લઈ ઘરે પરત આવતા હતાં ત્યારે ઊમરાયા નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ચંદ્રકાંતભાઈને પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને કરમસદ શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં પગ અને માથામાં ઓપરેશન કરાવવા ડોક્ટરે કહેતા પરિવાર ચિંતામાં મુકાઇ ગયું હતું. આ અંગે આરોગ્ય મંત્રીને ફોન કરતાં તુરંત સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને તુરંત મા અમૃતમ કાર્ડ કાઢી સારવાર શરૂ કરવામાં આવી હતી.

બોરસદના યુવાન ચંદ્રકાંતભાઈ પર પિતાની પણ છત્રછાયા ન હોય અને માતા ખેત મજુરી કરે છે. ચંદ્રકાંત પોતે ખાનગી કંપનીના નજીવા પગારમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરતા ઓપરેશન માટે અઢી લાખથી ચાર લાખ જેટલી મોટી રકમ ક્યાંથી લાવવી? પોતાની શ્રમિક માતા પણ પોતાના દિકરાની સ્થિતિ માટે લાચાર હતી.

આ વિકટ પરિસ્થિતિમાં પરિવારજનોએ મીરલ પંડયાનો સંપર્ક કરતા તેમણે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પી.એ. ઋતુરાજ ભટ્ટના માધ્યમથી ગરીબ યુવાનની સ્થિતિ બધીજ વિગતોથી વાકેફ કર્યા અને ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા મા અમૃતમકાર્ડ તુરત કઢાવી અને ઓપરેશન કરાવી યુવાનને નવજીવન મળે તેવા પ્રયાસ અને જિલ્લા આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી અને તે મુજબ કાર્ડ મળી ગયું અને ઓપરેશન પણ થઈ ગયું હતું. મા અમૃતમય કાર્ડ યુદ્ધના ધોરણે કઢી આપ્યુ અને ચંદ્રકાંતભાઈને નવુ જીવન આપ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...