આણંદ પાલિકાની ‘જહેમત’:બે કલાકમાં 4 રખડતાં પશુ જ પકડ્યા, રખડતા પશુનો ત્રાસ દૂર કરવાની દાનત ઉઘાડી પડી

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

લમ્પી વાયરસને લઇને આણંદ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓને હટાવવા તેમજ પશુપાલકોને પશુઓ બાંધી રાખવા માટે પશુપાલન વિભાગના નિયામક આણંદ નગરપાલિકાને સુચના આપી હતી. જેથી પાલિકા તંત્ર છ માસ બાદ સફાળી જાગી હતી. આણંદ નગર ઢોર પકડવા માટે સ્પેશિયલ કમિટીની રચના કરીને એક ટીમને સવારે શહેરના માર્ગો પર તપાસ માટે મોકલ્યા હતા.

સવારે મુખ્ય માર્ગો 100 થી વધુ ગાયો રખડતી હતી.પરંતુ પાલિકા તંત્રએ માત્ર 4 રખડતી ગાયોને પકડીને સંતોષ માન્યો હતો. ત્યારબાદ પશુપાલકોને સાથે બેઠક કરીને જાહેર માર્ગો પર પશુઓ છૂટા નહીં મુકવા જણાવ્યું હતું. આમ પશુપાલકો સાથે હાથ મિલાવીને ઢોર પકડવાની કામગીરી નાટક કરવામાં આવ્યું હોવાનું નગરજનોમાં ચર્ચાઇ રહ્યું છે.

આણંદ નગરપાલિકા તંત્ર દ્વારા પશુઓ પકડવા માટે એક કમિટી 5 સભ્યોની બનાવી છે. તેઓના માર્ગદર્શન હેઠળ પાલિકાના કર્મચારીઓની એક ટીમ ઢોર પકડવા માટે સવારે 10 વાગ્યા અરસામાં નીકળી હતી. રઘુવીર નગર અને આસપાસના વિસ્તારમાં ગોળ ગોળ ફરીને બે કલાકમાં માત્ર ચાર ગાયો પકડીને કામગીરી કર્યાનો સંતોષ માન્યો હતો જેને લઇને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સોસાયટીમાં પશુ ઉભા રાખવા છૂટ આપો : પશુપાલકો
આણંદ નગરપાલિકાએ શનિવારે પશુપાલકો સાથે બેઠક કરી હતી. જેમાં પશુપાલકોએ જણાવ્યું હતું કે દરરોજ પશુઓને બાંધી કયાં રાખવા તે પ્રશ્ન છે. જેથી અમે મુખ્યમાર્ગો પર પશુઓને છુટા નહીં મુકીએ પણ સોસાયટીમાં પશુઓને ઉભા રાખવાની છૂટ આપવાની માંગ કરી હતી. જો કે પાલિકાએ ટુંક સમયમાં રખડતાં પશુઓનું કાયમી નિરાકરણ લાવવા ચર્ચા કરી હતી.

પ્રથમ વખત ગાય પકડાશે તો રૂા 2500 અને બીજી વખત બમણો દંડ વસૂલવામાં આવશે
​​​​​​​આણંદ શહેરમાં ફરિયાદોના પગલે રખડતી ગાયોને લમ્પી વાયરસથી બચાવવાના ભાગરૂપે આણંદ નગરપાલિકાએ આજથી ગાયો પકડવાનું શરૂ કર્યુ છે.જો કે આણંદ નગરપાલિકાના ઢોર ડબ્બાના કલાર્ક સતીષ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. શનિવારેચાર ગાયો પકડીને ગણેશ ચોકડી પાલિકાની ખુલ્લી જગ્યામાં મુકી દેવામાં આવી છે. બે દિવસમાં પશુપાલકો નહીં છોડાવે તો અજરપુરા પાંજરા પોળમાં મોકલી આપવામાં આવશે જો કે પાલિકાએ લીધેલ નિર્ણય મુજબ પ્રથમ વખત પકડાય તો રૂા 2500 દંડ અન ેબીજી વખત પકડાય તો ડબલ દંડ વસુલવાનો નક્કી કર્યો છે. તેમજ પશુપાલકોને માર્ગો પર પશુઓને રખડતા નહીં મુકવા અલ્ટીમેટ આપ્યું છે. - એસ. કે. ગરવાલ, ચીફ ઓફિસર નગરપાલિકા, આણંદ

અન્ય સમાચારો પણ છે...