તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Only 4 Repeats In Anand District Panchayat: 38 New Faces, Dominance Of Kshatriyas In Taluka Panchayat: 100 Out Of 196 Tickets

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા ચહેરા:આણંદ જિલ્લા પંચાયતમાં માત્ર 4 રિપિટ : 38 નવા ચહેરા, તાલુકા પંચાયતમાં ક્ષત્રિયોનો દબદબો : 196માંથી 100 ટીકીટ

આણંદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ભાજપની નવી યાદીમાં ચારની બાદબાકી, મુસ્લિમને 2,પટેલને 38 અને અન્યને 54

આણંદ જિલ્લા પંચાયતની આગામી તા. 28 ફેબ્રુ.ના રોજ યોજાનારી ચુંટણી માટે ભાજપની આજે યાદી બહાર આવતાં ઉત્સુકતાનો અંત આવ્યો હતો. જોકે પ્રદેશના નવા નિયમોના પગલે ભાજપના 4 ઉમેદવારની બાદબાકી કરાઇ હતી. જયારે અન્ય ચારને રિપિટ કરી નવા 38 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યુ હતું.

આણંદ જિલ્લા પંચાયતની 28 ફેબ્રુ.ની ચૂંટણીના પગલે જિલ્લા ભરમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. જેમાં ભાજપ - કોંગ્રેસ દ્વારા અંતિમ સમય સુધી યાદી જાહેર કરવામાં ન આવતાં કાર્યકરોમાં પણ ઉત્સુકતા વધી હતી. દરમિયાન ગુરુવારે બપોરે ભાજપની યાદી બહાર આવતાં જ વાતાવરણમાં ગરમાવા સાથે કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો. હાલમાં આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા છે. 42 બેઠકો પૈકી કોંગ્રેસ પાસે 30 બેઠકો છે. જયારે ભાજપ પાસે 12 બેઠકો છે. ગુરૂવારે ભાજપની યાદી જાહેર થઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના 12 પૈકી 4 સભ્યો નવા નિયમોના દાયરામાં આવતાં હોવાથી તેઓની બાદબાકી કરી હતી.

આણંદ જિલ્લાની 8 તાલુકા પંચાયતની 196 બેઠકો માટે ભાજપ દ્વારા યાદી જાહેર કરાઇ છે. ભાજપે ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજનો દબદબો જોવા મળ્યો છે.100 બેઠકો ક્ષત્રિય સમાજને ફાળે ગઇ છે.જયારે પટેલ સમાજ 38 બેઠકો અને અન્ય સમાજના 54 લોકોને ટીકીટ મળી છે. જયારે મુસ્લિમ સમાજને 2 ટિકીટ ફાળવવામાં આવી છે.તાલુકા પંચાયતો એક માત્ર ખંભાત તાલુકા પંચાયતને છોડીને 7 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે છે. ત્યારે ભાજપે તાલુકા પંચાયત હસ્તગત કરવા માટે ક્ષત્રિય અને અન્ય સમાજના લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આણંદ પેટલાદ તાલુકા મહેળાવ બેઠક સહિત બે બેઠકો છેલ્લી ઘડીએ સામાજીક કારણો સર ખસી જતાં હજુ પણ બે બેઠકો ખાલી છે. જયારે આ વખતે ખ્રિસ્તી સમાજને પ્રાધાન્ય આપ્યું છે. બોરસદ તાલુકા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ભાજપ દ્વારા ૩૩ બેઠકો માટે ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. સમગ્ર તાલુકામાં ક્યાંય પણ કોઈ પણ બેઠક માટે અસંતોષની પરિસ્થિતિ ઉદભવેલ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો