કોરોના રસીકરણ:વેક્સિનના મહાઅભિયાનમાં આણંદ જિલ્લામાં માત્ર 30 ટકા રસીકરણ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે વેક્શિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
વિદ્યાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે વેક્શિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
  • 1.43 લાખના ટાર્ગેટ સામે માત્ર 43 હજાર લોકોએ ગુરૂવારે વેક્સિન મુકાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે સમગ્ર દેશમાં વેક્સિન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે શુક્રવારે એક દિવસમાં આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 1.43 લાખ લોકોને રસી મુકવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. તેની સામે માત્ર 43 હજાર લોકોએ સાંજ સુધીમાં રસી મુકાવી છે. આમ આણંદ જિલ્લામાં માત્ર 30 ટકા અભિયાન સફળ થયું છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 15મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 18 .50 લાખના ટાર્ગેટ સામે 13.60 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 5 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

વડાપ્રધાનના જન્મદિન નિમિતે વેક્સિન મહાઅભિયાન અંતર્ગત આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 298 કેન્દ્ર પર 1.43 લાખ લોકોને વેક્સિન મુકવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતા. જો કે આણંદ જિલ્લાની જનતા વેક્સિન મુકવામાં રસ ઓછો દાખવ્યો હતો. જેના કારણે માત્ર દિવસ દરમિયાન 43 હજાર લોકોએ વેક્સિન લીધી હતી . આ અગાઉ 31મી ઓગસ્ટના રોજ 38 હજાર લોકો સૌથી વધુ વેક્સિન લીધી હતી. આજના અભિયાનને સફળ બનાવવા માટે વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો હતો. વિવિધ ટીમોએ અંતરિયાળ ગામોમાં જઇ કામગીરી કરી હતી પરંતુ યોગ્ય પ્રતિસાદ સાંપડ્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...