તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:આણંદના 14 કેન્દ્રો પર 1400માંથી માત્ર 220 લોકોએ વેક્સિન મૂકાવી

આણંદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેટલાક ફ્રન્ટાલાઇન વર્કરોને વેક્સિન મૂકયા બાદ તાવ, માથાની સમસ્યા થઇ

આણંદ જિલ્લા ગત સપ્તાહમાં 34 હજાર ફ્રન્ટલાઇન વર્કરોને વેકિસનનો બીજો તબક્કો શરૂ થયું હતું. જો કે પ્રથમ દિવસે 64 ટકા વર્કરોએ રસી મુકાવી હતી. ત્યારબાદ સોજીત્રા પોલીસ કર્મીઓ વેક્સિનની આડઅસર થઇ હતી.તે સમાચાર સરકારી કર્મીઓ ફેલાઇ ગયા હતા.તેના કારણે ત્યારબાદ બે વખત યોજાયેલી વેકિસનની કામગીરીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

આણંદ જિલ્લામાં સોજીત્રામાં વેક્સિન બાદ કેટલાંક પોલીસ કર્મીઓને તાવ સહિત સામાન્ય અસર જોવા મળી હતી.તે વડોદરા વેક્સિન મુકાવ્યા બાદ એક વ્યકિતનું મોત નિપજયું હતું. જે સમાચાર ફ્રન્ટલાઇન વર્કરો સુધી પહોંચ્યા હતા.જેના કારણે વેક્સિન બાબતે ખોટી માન્યતા ઘર કરી જતાં ફ્રન્ટલાઇન વર્કરો રસી મુકવામાં ઓછો રસ દાખવી રહ્યાં હતા. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ વેક્સિનથી માત્ર સામાન્ય અસર સિવાય અન્ય કોઇ આડઅસર થતી નથી.ત્યારે સૌને રસી મુકવા માટે જણાવવામાં આવ્યું હતું.

ગુરૂવારે 14 કેન્દ્રો પર હેલ્થ વર્કર અને ફન્ટલાઈન વર્કરો માટે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 1400ના લક્ષ્યાંક સામે માત્ર 220 લોકોએ રસી મુકાવી છે. જેમાં ખંભાત લાલ દરવાજા પાસેના કેન્દ્ર પર 7 લોકોએ, સોજીત્રામાં 53 લોકોએ, ભાદરણમાં 4 લોકોએ, બોચાસણમાં 22 લોકોએ, કણભામાં 8 લોકોએ, નાપામાં 9 લોકોએ, સિસ્વામાં 19 લોકોએ, વિરસદમાં 9 લોકોએ, ઝારોલામાં 13 લોકોએ બદલપુરમાં 13 લોકોએ બોરસદમાં 1 જણાએ અંજલી હોસ્પિટલમાં 17 લોકોએ, ઉમરેઠમાં 3 લોકોએ, આણંદ જનરલ હોસ્પિટલમાં 16 લોકો મળી કુલ 220 લોકોએ રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો