આણંદ કોરોના LIVE:જિલ્લામાં ગુરૂવારે કોરોનાના માત્ર 17 કેસ નોંધાયા, વધુ 55 દર્દીઓ સ્વસ્થ થયા

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 109 પર પહોંચ્યો
  • 97 દર્દી હોમઆઈસોલેટ, 9486 નાગરિકોનું ગઈકાલે રસીકરણ કરાયું

આણંદ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આણંદમાં રાત્રી કરફ્યૂ પણ હવે દૂર કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે કોરોનાના નવા 17 કેસ નોંધાયા હતા. તેમજ 55 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જિલ્લામાં હાલ 109 એક્ટિવ કેસ છે. ગઈકાલે 9486 નાગરિકોનું રસીકરણ કરાયું હતું.

આણંદ તાલુકામાં વધુ 11, અંકલાવમાં 2, ખંભાતમાં 3 અને પેટલાદમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે બોરસદ, ઉમરેઠ, સોજીત્રા અને તારાપુરમાં શૂન્ય કેસ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે. જનતામાં પણ કોરોનાની દહેશત ઘટી રહેલી જોવા મળી રહી છે.

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 15356 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 15 હજાર 195ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ 5 દર્દી કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં 2 તેમજ 5 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

બીજી તરફ 97 સંક્રમિતોને હોમ આઈસોલેશનમાં સારવાર અપાઈ રહી છે. ગઈકાલે 55 દર્દીઓ સાજા થયા છે. 2 દર્દી ઓક્સિજન ઉપર અને 2 દર્દી વેન્ટીલેટર ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 52 નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...