રાહત:આણંદ જિ.માં 25 દિવસમાં માત્ર 15 કેસ : કોરોના સંક્રમણનો રેશિયો ગગડીને 0.60 % એ પહોંચ્યો

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલના 25 દિવસમાં 79 અને મે મહિનાના 25 દિવસમાં 15 કેસ પોઝિટીવ કેસ મળી આવ્યાં : એપ્રિલમાં દૈનિક 3.16 કેસ નોેંધાયા હતાં

સમગ્ર વિશ્વમાં કોરોની મહામારી હાકાર મચાવ્યો છે. જેમાં આણંદ પંથકમાં બાકત રહ્યો નથી. જો કે આણંદ સૌ પ્રથમ કેસ 6 એપ્રિલ જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં કોરોનાને આણંદ,ઉમરેઠ અને ખંભાત હાહાકાર મચાવ્યો હતો. ખંભાત શહેર કોરોના સંક્રમિત બની ગયું હતું. જેના કારણે દૈનિક 3 કેસ જોવા મળતા હતા.જેના કારણે 25 દિવસ રેશિયો 150 ટકા સુધી પહોંચ્યા હતો. જો કે મે માસ આણંદ જિલ્લા માટે રાહતના સમાચાર લઇ આવ્યો હતો .મે માસના 25 દિવસમાં માત્ર 15 કેસ નોંધાયા હતા. કોરોના  સક્રમંણનો રેશિયો 3.16 થી ગગડીને સીધો 0.60 ટકા પહોંચી ગયો હતો. આમ મે રેશિયો 2.56 ટકા ઘટી ગયો છે.

79 માંથી 31 દર્દીઓ કોરોના માત આપીને ઘરે પહોંચ્યા

જે તંત્ર માટે રાહતની વાત છે. જો કે એપ્રિલ માસ 25 દિવસમાં 551 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જયારે મે માસમાં 1151 સેમ્પલ લેવામાં આવ્યા છે. આમ સેમ્પલ મે માસમાં વધુ લેવાયા હોવા છતાં કોરોના પોઝિટીવ કેસ ઓછા જોવા મળ્યા છે. આણંદ જિલ્લામાં એપ્રિલ માસમાં દૈનિક માત્ર 22 શંકાસ્પદ સેમ્પલ લેવાતા હતા.જે મે માસ વધીને 46 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ 54 ટકા સેમ્પલ વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ એપ્રિલમાં 100 સેમ્પલે 7 કેસ પોઝિટીવ આવતાં હતા.જે મે માસમાં 100 સેમ્પલે 1.20 ટકા કેસ પોઝિટીવ જોવા મળ્યા હતા. 30મી એપ્રિલ સુધી 79 માંથી 31 દર્દીઓ કોરોના માત આપીને ઘરે પહોંચ્યા હતા. એપ્રિલમાં 40 ટકા દર્દીઓ સ્વસ્થ થયા હતા. જયારે મે માસમાં 47 દર્દીઓ સ્વસ્થ થયા છે. આમ મે માસમાં 51 ટકા દર્દી સ્વસ્થ થયા છે. જયારે મુત્યદર અત્યાર સુધીમાં 9ટકા નોંધાયા છે. એપ્રિલમાં 4 દર્દીઓના મોત નિપજયા હતા.જયારે મે માસમાં 5 દર્દી મોત નિપજયા છે.

અન્ય સમાચારો પણ છે...