તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાના નવા માત્ર 14 કેસ, 156 એક્ટિવ કેસ, આજે 10 હજારથી વધુ નાગરિકોનું રસીકરણ કરાયું

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 70 દર્દીઓને ઓક્સિજન પર, 10 દર્દીઓ બાયપેય ઉપર અને આઠ દર્દી વેન્ટિલેટર ઉપર

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હારી રહ્યો હોય તેવુ જણાઇ રહ્યું છે. આજે જિલ્લામાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા સંક્રમિતોનો આંકડો 14 પર પહોંચ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 126 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસો પણ ઘટી રહ્યા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 156 છે. જિલ્લામાં શરૂ થયેલ રસીકરણમાં આરોગ્ય તંત્રની નબળી કામગીરી સામે આવી છે. જિલ્લામાં 18થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણનો પ્રારંભ થઈ ગયો હોવાથી આજે કુલ 10 હજાર 616 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 14 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની ઘટતી સંખ્યાને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે. જોકે, પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો નવ હજાર 501 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી નવ હજાર 298ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 47 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 156 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 68ની હાલત સ્થિર છે. 70 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 10 દર્દીઓ બાયપેય ઉપર અને આઠ દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. 52 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, બે અંજલિમાં, પાંચ આણંદની જનરલ હોસ્પિટલમાં અને આઠ સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 126 દર્દીઓ સારવાર હેઠળ છે.30 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...