તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં માત્ર 1 કેસ : એક્ટીવ દર્દીઓ 16

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શનિવારે 12 હજાર લોકોને વેક્સિન

આણંદ જિલ્લામાં કોરોના કહેરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દૈનિક કેસોની વાત કરવામાં આવે તો શનિવારે વધુ 1 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવતાં જિલ્લાનું કોરોના મીટર 9582 પર પહોચી જવા પામ્યુ છે. જો કે, રાહતની વાત અે છે કે શનિવારે વધુ 12145 લોકો રસીકરણ અભિયાનમાં રસી લીધી હતી. આમ જિલ્લામાં અત્યાર સુધી 7,95,376 લોકોઅે રસી મુકાવી છે. જેમાંથી 18 થી 44 વર્ષની વયના 2,17,331, 45 થી 60 વર્ષની વયના 3,04,240 અને 60 વર્ષથી ઉપરના 2,73,795 લોકોઅે રસી મુકાવી છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે વધુ એક પોઝિટીવ કેસ નોધાય છે. જેની સામે 1 દર્દીએ કોરોનાને મહાત આપી ઘરે પરત ફર્યો છે. આમ જિલ્લામાં હાલ 16 દર્દીઆે જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી 7 દર્દીઆેની હાલત સ્થિર છે. જ્યારે 6 દર્દીઓ ઓક્સિજન પર બાઈપ પેપ પર 1 અને વેન્ટિલેટર 2 દર્દીઆે સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...