તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારી મરણ પથારીએ:મે માસમાં 9 ટકા પોઝિટિવ રેશિયોની સામે જુલાઈમાં માત્ર 0.75 ટકા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મે માસમાં સરખામણીમાં ટેસ્ટ ઘટ્યા સાથે કેસ પણ ઘટ્યા, હોસ્પિટલમાં માત્ર 5 દર્દી

આણંદ જિલ્લામાં મે માસમાં કોરોનાની બીજી લહેર પીકઅપમાં હતી ત્યારે દૈનિક સરેરાશ 2000થી વધુ આરટીપીસીઆર અને રેપીડ ટેસ્ટ કરવામાં આવતાં હતા. જેમાં દૈનિક સરેરાશ 160 કેસ પોઝિટિવ કેસ નોંધતાં એવરેજ 9 ટકા રીપોર્ટ પોઝિટિવ આવતાં હતા. જયારે જુલાઇ માસમાં કોરોનાની બીજી લહેર સમાપ્તિ તરફ આગળ વધી રહી છે ત્યારે આરટીપીસીઆર ટેસ્ટમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. હવે દૈનિક સરેરાશ 700 ટેસ્ટ કરવામાં આવે છે. જેમાંથી માત્ર 0.75 ટકા રીપોર્ટ પોઝિટિવ આવે છે. આમ કોરોનાનું સંક્રમણ સમાપ્તિ તરફ આગળ વધતા તંત્રને શાંતિ થઇ છે. તેમજ છતાં હજુ લોકોએ તકેદારી રાખવી જરૂરી છે.

આણંદ જિલ્લામાં મે માસમાં કોરોના સંક્રમણ ચરમ સીમાએ પહોંચ્યું ત્યારે દૈનિક સરેરાશ 2000થી વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતાં હતા અને દૈનિક સરેરાશ 160 પોઝિટીવ કેસ નોંધતા 9 ટકા રીપોર્ટ પોઝિટીવ આવતાં હતા. ત્યારે એક માસમાં 4810 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે જૂન માસ બાદ ધીમે ધીમે કોરોના સંક્રમણ ઘટતું ગયું હતું. જુલાઇમાં માસમાં સંક્રમણ મંદ પડી ગયું છે. જેના કારણે આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે ઓછા લોકો આવે છે. તેના કારણે હવે દૈનિક 700 ટેસ્ટ થાય છે. તેની સામે માત્ર 6 વ્યકિતઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ દૈનિક 0.75 ટકા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે.

મેમાં કોરોનાના ગભરાટથી લોકો વધુ ટેસ્ટ કરાવતા
મે માસમાં કોરોના સંક્રમણની ગતિ તેજ હતી. ગામેગામ કેસ જોવા મળી રહ્યાં હતા ત્યારે લોકોમાં ફફળાટ વધારે હતો.તે સમયે કોઇને શરદી કે તાવ આવેતો પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવતાં હતા. હાલમા કોરોના સંક્રમણ ઘટયું છે. તેના કારણે હવે લોકો ટેસ્ટ કરાવતા નથી.તેથી ટેસ્ટ ઘટયા છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

12 હોમઆઈસોલેટ સાથે કુલ 17 અેક્ટિવ કેસ
મે માસમાં વધુ કેસ હતા. ત્યારે જિલ્લાની 33 કોવિડ હોસ્પિટલોમાં 1500 વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. હોમ આઇસોલેશનમાં 300 દર્દીઓ સારવારલેતા હતા. જો કે હાલમાં કોરોના સંક્રમણ ઘટતાં માત્ર એક જ હોસ્પિટલમાં 5 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. માત્ર 12 દર્દીઓ હોમ આઇસોલેશમાં રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...