આયોજન:રોકડીયા હનુમાન ખાતે ઓનલાઈન મહાપૂજા, દેવપ્રકાશ સ્વામી પણ હાજરી આપશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લક્ષ્મીનારાયણદેવ વડતાલ તાબાના રોકડીયા હનુમાનજી મંદીર આણંદ દ્વારા પુરૂષોત્તમ માસ અંતર્ગત આજે ઓનલાઈન મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ છે.ત્યારે રોકડીયા મંદીર દ્વારા આખરી ઓપ પણ આપી દેવાયો હતો. આણંદ રોકડીયાદેવ હનુમાનજી મંદિરના હરિકૃષ્ણ પટેલે જણાવેલ કે શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી ના આયોજન હેઠળ તા 27 નાં રોજ રવિવારે સવારે 9 થી 11:30 કલાકે નુતન યજ્ઞશાળા ખાતે સુધી ભકતો માટે ધરે બેસીને પૂજા કરી શકે તે માટે ઓન લાઈન મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ છે.જેમા યુ ટયુબ ઓન લાઈન વિડીયોના માધ્યમથી મંદિરના મહંત શાસ્ત્રી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી તથા મંડળના અન્ય સંતગણ ધ્વારા મહાપૂજા કરવામાં આવશે.આ મહાપૂજામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન દેવપ઼કાશ સ્વામી પણ હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...