તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન વ્યાખ્યાન:આણંદ વિ ઝેડ પટેલ કોમર્સ કોલેજમા આતરરાષ્ટ્રીય નશાબંધી દિવસ નિમિતે ઓનલાઈન વ્યાખ્યાન

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સથી થતા ગેરફાયદા અને નુકશાન અને તેનાથી બચવાના ઉપાયોની વિશેષ જાણકારી આપી

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત વિ ઝેડ પટેલ કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આતરરાષ્ટ્રીય નશાબંધી દિવસ નિમિતે ઓનલાઈન વ્યાખ્યાન કમીશનર ગાંધીનગરના સયુંકત ઉપક્રમે યોજવામાં આવ્યું. આ ઓનલાઈન વ્યાખ્યાનમાં ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને ઉચ્ચ શિક્ષણ તરીકે મધરહૂડ ફોઉન્ડેશના સ્થાપક ડૉ.ટ્વિન્કલ પટેલ અને નાર્કોટીકસ બ્યુરોના ઝોનલ ડાયરેકટર શૈલેન્દ્ર મિશ્રા ઉપસ્થિત રહી વક્તવ્ય આપ્યું હતું.તેઓએ આજના દિવસને અનુરૂપ યુવા વર્ગમાં ડ્રગ્સથી થતા ગેરફાયદા અને નુકશાન અને તેનાથી બચવાના ઉપાયોની વિશેષ જાણકારી આપી હતી.

આ ઉપરાંત ડ્રગ્સના ગેરકાયદેસરની હેરાફેરીના ગુના અને તેની સજા વિષે લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે વિદ્યાર્થીઓને, પ્રોગ્રામ ઓફિસરો તથા પ્રાધ્યાપકોને માર્ગદર્શન આપ્યું હતું. આ વ્યાખ્યાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉચ્ચશિક્ષણ વિભાગના જોઈન્ટ સેક્રેટરી નારાયણ માધુ અને ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સ્ટેટ ઓફિસર બી. એમ. નીનામા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર વ્યાખ્યાન કાર્યક્રમમાં કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. નરેન્દ્રસિંહ રાજ તથા સર્વે સ્ટાફમિત્રો, કોલેજના વિધાર્થી ભાઈ-બહેનો ઓનલાઈન માઈક્રો સોફ્ટ ટીમના માધ્યમથી જોડાયા હતા. આ સમગ્ર વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના પ્રોગ્રામ ઓફિસર અલ્પેશકુમાર પટેલ અને જોઈન્ટ પ્રોગ્રામ ઓફિસર રવિકુમાર દરજીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...