આણંદ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટોરસ નામની કંપનીની લીંક મોકલીને માર્કેટમાં મૂડી રોકાણ કરાવી છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ મહાન નિરીક્ષક અમદાવાદ વિભાગના વી.ચંદ્રશેખર આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણાએ વધતા જતા છેતરપિંડીના બનાવો રોકવા અને શોધી કાઢવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો.
જે ગુનામાં વોટ્સએપ મેસેજથી લીંક મોકલાવી ટોરસ કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવી માર્કેટમાં સોનાના ભાવ વધે તેમ રોકાણમાં પ્રોફિટ હતું હોવાની લાલચ આપી એપ્લિકેશનમાં અલગ અલગ ટ્રાન્જેક્શનથી પેટીએમ દ્વારા રૂા. 2.20 લાખ તેમજ પિયુષકુમાર નામના એકાઉન્ટ ધારકમાં રૂા. 11,55,266 મળી કુલ રૂા 14,25,266ની છેતરપિંડી અંગે ગુનો દાખલ થયો હતો.
આ બનાવ અંગે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઇ. એ.એ.ચાવડા, પીએસઆઇ એચ.ડી.ચૌધરી, એએસઆઈ માલીવાડ, રમેશભાઈ, સ્વપ્નિલભાઈ વિગેરે દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી છેતરપિંડીના આ ગુનામાં પિયુષકુમાર ગોપાલપ્રસાદ (રહે. ગયા જૈન રેડિયો બજાજ રોડ થાના કોતવાલી ગયા બિહાર)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.