તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:આણંદના વિદ્યાનગરના યુવાનને એટીએમ ડી-એક્ટિવ કરાવવાનું કહી ખાતામાંથી ઓનલાઇન હેકર્સે 2.40 લાખ ઉપાડી લીધા

આણંદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • વિદ્યાનગર પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી

આણંદ નજીક આવેલા વિદ્યાનગર ખાતે રહેતા યુવાનને એસબીઆઈના કસ્ટમર કેરમાંથી બોલુ છુ તેમ જણાવીને એટીએમ કાર્ડ ડી- એક્ટીવ કરવા માટે ઉપરાછાપરી ઓટીપી નંબરો મેળવી લઈને 2.40 લાખ રૂપિયા ઓનલાઈન ઉપાડી લઈને છેતરપિંડી કરતા આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી સ્વપ્નીલ રમેશ પટેલના મોબઈલ નંબર ગત 23 માર્ચના રોજ ફોન આવ્યો હતો કે, હું એસબીઆઈના કસ્ટમર કેરમાંથી બોલું છું, તમે સવારે 25 હજારનું ટ્રાન્સેક્શન કર્યું છે. જેથી સ્વપ્નીલે હા પાડતાં સામેથી ફોન કરનાર ઈસમે ખાતરી કરવા માટે જ ફોન કર્યો હતો તેમ જણાવ્યું હતુ.

સ્વપ્રીલભાઈને વિશ્વાસ બેસતાં જ તેમણે પોતાની પાસે એસબીઆઈના બે એટીએમ કાર્ડ હોવાનું અને એક ડી-એક્ટીવ કરવા માટે એક રીક્વેસ્ટ કરી હોવાનું જણાવ્યું હતુ. જેથી સામેથી ફોન પર વાત કરતા શખ્સ દ્વારા સ્વપ્નીલને વાતોમાં લઈ બેન્કની બધી ડિટેલ કઢાવી લીધી. જુદા જુદા ઓટીપી આવતા અને સ્વપ્નીલદ્વારા તે ઓટીપી કહેવાતા એસબીઆઈ કસ્ટમર કેર વાળા ઈસમને આપતો રહ્યો હતો.

દરમિયાન સ્વપ્નીલને પોતાની સાથે ફ્રોડ થઈ રહ્યુ છે નો અંદાજ આવતા તે વિધાનગર એસબીઆઈ બેન્ક તરફ જવા નીકળ્યો. બીજી તરફ એકાઉન્ટ હેક કરતા ઈસમે સ્વપ્નીલને ચેતવણી આપી કે છેલ્લો ઓટીપી નંબર આવે છે. તે નહિ આપે તો તારું એકાઉન્ટ ઝીરો કરી દઈશ..! હવે સ્વપ્નીલને પાકી ખાતરી થઈ જતા તેને મોબાઇલ ફોન કટ કરી દીધો હતો.

એસબીઆઈ બેંકે પહોંચી મેનેજરને મળતા ખબર પડી કે સેવિંગ્સ ખાતાની રકમ અને બે ફિક્સ ડિપોઝીટ પણ થઈ કુલ 2.40 લાખ રૂપિયા ઓનલાઈન હેકર્સે સ્વપ્નીલના ખાતામાંથી ઉપાડી લીધા હતા. આ અંગે સ્વપ્નીલ પટેલ દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો