તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:RTE અંતર્ગત 1689 બેઠકો માટે ઓનલાઈન 4352 ફોર્મ ભરાયા

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 જુલાઇએ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે

રાઇટુ એજયુકેશન એકટ હેઠળ આણંદ જિલ્લામાં ખાનગી શાળાઓની 1689 બેઠકો માટે 4352 ફોર્મ ભરાયા છે. ત્યારે બે ઘણા ફોર્મ ભરાયા હોવાથી તંત્ર દ્વારા 15 જુલાઇએ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.જો કે આગામી 14મી ફોર્મ આણંદ જીલ્લા કક્ષાએ તપાસવામાં આવનાર હોવાથી ખોટી માહિતી આપનાર સહિત પુરતી માહિતી નહીં હોય તેવા તમામ ફોર્મ રદ કરી દેવામાં આવશે.આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં ધો-1માં વિના મૂલ્યે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી.

ત્યારે 5મી જૂને ફોર્મ ભરવાની અંતિમ મુદત હતી. જયારે આણંદ જિલ્લામાં 214 જેટલી ખાનગી શાળાઓમાં 1689 બેઠકો ફાળવી હોવાથી ઓનલાઇન કુલ 4352 ફોર્મ ભરાયા છે. જેના કારણે શિક્ષણ વિભાગ પણ મુંઝવણમાં મુકાઇ ગયું છે.જો કે ઓનલાઇન ભરાયેલા ફોર્મની 14મી જૂને આણંદ જીલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે.જેમાં નામ ,સરનામુ, આવક સહિતની ખોટી માહિતી આપનારના જિલ્લા કક્ષાએ ફોર્મ રદ કરવામાં આવશે.જેની તાત્કાલિક ધોરણે મોબાઈલમાં મેસેજ કરી દેવામાં આવનાર છે. ત્યાર બાદ 15મી જૂનથી આરટીઇમાં બાળકોનો પ્રવેશ આપવાનો આણંદ જિલ્લા શિક્ષણ વિભાગે નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં ધો. 1માં આરટીઈમાં પ્રવેશ મેળવવા માટે અોનલાઈન મોટી સંખ્યામાં વાલીઅોઅે ફોર્મ ભર્યા હતા. પરંતુ ખોટી માહિતીના અભાવે કેટલાક ફોર્મ આપોઆપ રદ પણ થઈ ગયા હોવાનું આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...