તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેફામ:આણંદમાં કોરોનાના કેસને એક વર્ષ ,માર્ચમાં સૌથી વધુ 415 કેસ

આણંદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આણંદ જિલ્લામાં કોરોના બેફામ બન્યો
 • નવેમ્બર ડિસેમ્બર કરતાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક

આણંદ જિલ્લામાં કોરોનાની એન્ટ્રીને સોમવારના રોજ એક વર્ષ પૂર્ણ થયું છે. જેમાં અત્યાર સુધી 3164 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં સૌ પ્રથમ કેસ 5 મી એપ્રિલ 2020માં આણંદમાંથી મળ્યો હતો. ત્યારબાદ લોકડાઉના સમયમાં કોરોના સંક્રમણની ગતિ મંદ હતી. જો કે અનલોક થતાં કોરોનાની પ્રથમ લહેર ગતિ પકડી હતી. દિવાળીબાદ નવેમ્બર ડિસેમ્બરમાં ચરસીમાએ પહોંચી ગઇ હતી આ ગાળામાં 800 પોઝિટીવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ કોરોના સંક્રમણ મંદ પડયું હતું. ધીમે ધીમે ગાડી પાટા પર આવી રહી હતી.16 મી ફેબ્રુઆરી

આણંદ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો ન હતો. પરંતુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીબાદ કોરોના બેકાબુ બન્યો હતો. જેમાં હાલમાં તો નવેમ્બર -ડિસેમ્બર કરતાં પણ કોરોના લહેરઘાતા બની છે. પુન માર્ચ માસમાં આખા વર્ષ સૌથી વધુ 415 કેસ નોંધાયા છે.જે ચિંતાજનક બાબત બની ગઇ છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 3164 પોઝિટીવ કેસ નોંધાયા છે. જયારે હાલમાં 2972 જેટલા દર્દીઓ કોરોના માત આપી છે. જયારે હાલમાં 175 જેટલા એકટીવ કેસ છે. જો કે વાસ્તવિક પરિસ્થિતી જુદી છે.

ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ કોરોના કેસ સૌથી વધુ છે. હાલમાં આણંદ જિલ્લાની કોવિડ -19 હોસ્પિટલોના 1000 બેડ ભરેલા છે. જયારે હોમ આઇસોલેશન દર્દીઓની સંખ્યામાં ત્રણ ઘણી હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણ બચવા માટે સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્કના નિયમો ચુસ્તપણે પાલન ન થાય ત્યાં સુધી કોરોના સંક્રમમની ગતિ સતત વધતી રહેશે.

આણંદ જિલ્લામાં માર્ચમાં શંકાસ્પદ કોરોનામાં 163 લોકોના ચાર સ્માશાનમાં અંતિમવિધી કરાઈ
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી કોવિડના નિયમોની અવગણના ભારે પડી રહી છે. સરકારી ચોપડે માર્ચ માસમાં 406 પોઝિટીવ કેસ નોંધાયા હતા.જયારે ખાનગી હોસ્પિટલો એચઆરસીટી ટેસ્ટના કોરોનો પોઝિટીવ આંકડો ઘણો મોટો છે શંકાસ્પદ કોરોના પગલે ગામેગામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે. તો બીજી બાજુ શંકાસ્પદ કોરોના માર્ચ માસ અત્યાર સુધીના સૌથી વધુ મોત થયા હોવાનું સ્માશાન આંકડા પરથી લાગી રહ્યું છે.

માત્ર આણંદ શહેર અને આસાપાસના 4 સ્માશાનમાં નોન કોવિડ એટલે શંકાસ્પદ કોરોના મૃત્યુ પામ્યા હોય તેવા કોવિડ ગાઇન લાઇન મુજબ પ્લાસ્ટીક કવરમાં વીંટાડેલી 163 મૃતદેહોના અંતિ સંસ્કાર કરવામાં આવ્યા છે. તો વળી છેલ્લા એક સપ્તાહથી હવે જે તે ગામના સ્માશાન અંતિમ વિધિ માટે મૃતદેહ મોકલવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો