તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાસદ પાસે વિદેશી દારૂની 47 પેટી સાથે એક ઝડપાયો : એક ફરાર

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલીરાજપુરપુરથી જથ્થો સૌરાષ્ટ્ર તરફ લઈ જવાનો હતો

વાસદ પોલીસ મથકના માણસો બહારના રાજયોમાંથી વાસદ થઈને વિદેશી દારૂની કરાતી હેરાફેરી રોકવા શનિવારે સાંજના અરસામાં પેટ્રોલીંગની સાથે સાથે વાસદ ટોલ નાકા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે બાતમી મળી હતી કે, વડોદરા તરફથી એક ટાટા સુપર એસીઈ ટેમ્પોમાં ગુપ્તખાનુ બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવનાર છે. વાસદ પોલીસના માણસો ટોલનાકા નજીક હનુમાનજીના મંદિર સામે વોચમાં ગોઠવાઈ ગયા હતા. ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતાં પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ટેમ્પાના ચાલકે ટેમ્પો થોડી દૂર લઈ જઈ ઉભો રાખ્યા બાદ ભાગી છુટ્યો હતો.

દરમિયાન ટેમ્પામાંથી કંડકટર સીટ ઉપર બેઠેલા એક શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરતા પોતાનું નામ રાકેશ સુપડીયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની સાથેનો ભાગી જનાર શખ્સ બાબતે પૂછપરછ કરતા ઈકરામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પાની તલાસી લેતા તેમાંથી 47 નંગ વિદેશી દારૂની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઝડપાયેલા રાકેશ સુપડીયાની પુછપરછ કરતા દારૂનો જથ્થો આલીરાજપુર ખાતે લઈ સૌરાષ્ટ્ર તરફ લઈ જનાર હોવાની કબુલાત કરતા પોલીસે કુલ રૂ 4,32,600નો મુદામાલ કબ્જે લઇ રાકેશ સુપડીયા કાલુભાઈ ડામોર, ઈકરામ અને પ્રેમસીંગ માવી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો