કાર્યવાહી:આણંદમાં ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક ઝડપાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય 7 સામે ગુનો નોંધી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી

આણંદના શહેરના મેફેર રોડ શાંતીનાથ કોમ્પલેક્ષ આગળ ઓનલાઇન આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આણંદના શખ્સને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં અન્ય છના નામ ખૂલતાં તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચમાં આણંદ મેફેર રોડ ઉપર શાંતિનાથ કોમ્પલેક્ષ પાસે દુકાન નંબર-18 ખાતે ધ્રુવલ શનાભાઇ ગોહેલ નામનો ઈસમ ઓનલાઇન સટ્ટો રમી રહ્યો હોવાની ચોક્કસ બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી.

જેને પગલે પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ 11,610નો મુદ્દામાલ કબ્જે લઈ પૂછપરછ કરતા ઓનલાઈન આઈડી નૈતિક નીતિનકુમાર પટેલ (રહે. બોરસદ), વિજય ઉર્ફે બન્ની જયંતીભાઈ ઠક્કર (રહે. આણંદ), હરદેવસિંહ વાઘેલા(રહે. આણંદ), પાર્થ ઉર્ફે પીજી ગીરીશભાઈ પટેલ (રહે. તારાપુર), જીગર ઉર્ફે જે.કે. શાહ અને જયેશભાઈ ચૌધરી(રહે.સુરત) સાથે મળી ઓનલાઇન સટ્ટો રમતા હોવાનું જણાવતાં પોલીસે સાતેય વિરુદ્ધ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...