તંત્ર મુંઝવણમાં:એક ટાઇમ પાણીના નિર્ણયથી ઉમરેઠમાં 35 હજાર લોકોને વલખાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 30 ફૂટના લેવલે પાણી મળતું હતું તે 70 ફૂટે પહોંચ્યું
  • પાણી ઊંડાણમાં હોવાથી મોટરને લોડ પડતાં પાણીની ટાંકી ભરાતી નથી

ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે શહેરમાં 30 ફૂટ પાણી લેવલ હતું તે ઘટીને 70 ફૂટે પહોંચી જતાં ઉમરેઠ નગરપાલિકા તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું છે. શહેરની 35 હજાર ઉપરાતં વસ્તીને પુરાત પ્રમાણ પીવાનું પાણી કયાંથી આપવું તે પ્રશ્ન બની ગયો છે. બોરકુવાની મોટર તળીયે પાણી ખેંચતા લોડ પડે છે.

પાણી ફોર્સ પણ ઓછો મળતો હોવાથી લાખો લીટરની પાણી ભરાતાં ઘણો સમયે લે છે.તેના કારણે નગરજનો બે ટાઇમ પાણી આપવા માટે જોઇ તો પાણીનો જથ્થો ટાંકીમાં સંગ્રહીત થતો નથી. તેના કારણે ઉમરેઠ પાલિકા ભર ઉનાળે પાણીમાં બેસી જઇને શહેરમાં 1 ટાઇમ પાણી આપવાનો નિર્ણય લેતા નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાલિકા દ્વારા શહેરમાં રિક્ષા ફેરવીને આગામી ચોમાસામાં સારો વરસાદના થાય ત્યાં સુધી એક ટાઇમ પાણી આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે. ​​​​​​જેના કારણે ભરઉનાળે નગરજનો મુશ્કેલીમાં વધારો થયો છે. પાલિકાના આ નિર્ણય કારણે નગરજનો વેચાતું પાણી લેવાનો વખત આવશે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ પાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી ગામમાં રિક્ષા દ્વારા એક સમય પાણી ના કાપની જાહેરાત કરવામાં આવતા આકરા ઉનાળે નગરજનો ને પાણીના કારણે રાતા પાણીએ રડાવશે. હાલ બે ટાઇમ આપવામાં આવતું પાણી પણ નગરજનોને ઓછું પડી રહ્યું છે અને પીવાનું પાણી તેમને બહારથી વેચાતું લેવું પડી રહ્યા ના અહેવાલ પ્રાપ્ત થયેલ છે અને ગેર કાયદેસર રીતે આરો પ્લાન્ટ નો ધંધો ચાલુ કરી ને બેઠેલા નો પાણીનો ધંધો બમણો થવાથી ગેલમાં આવી ગયા છે.

ત્યારે પાલિકાના સૂત્રો જણાવી રહ્યા છે કે પહેલા ફક્ત 50 ફૂટ એ પાણી આવતું હતું તે કૂવા માં પાણી ના સ્તર નીચે જવા થી 70 ફૂટ પાણી નથી આવતું જેના કારણે પાણી ખેંચતી મોટરો ને લોડ પડે છે અને વારંવાર તેની મોટરો બળી જાય છે.

તળાવમાં કેનાલના પાણી ભરીને સ્તર ઉંચા લાવવાનો પ્રયાસ કર્યો
ઉમરેઠ પાલિકા દ્વારા આગામી 20મી થી એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય તેની અણઆવડત નો એક ઉત્તમ નમૂનો સાબિત થઈ રહ્યો હોવાનું ગ્રામજનો માં ચર્ચા થઈ રહી છે કારણ કે આગાઉ પણ દરેક ઉનાળા માં ગરમી અને પાણી ની સમસ્યા આ જ પ્રકારે રહેતી હતી ત્યારે આગાઉના જે તે વખતના પ્રમુખ દ્વારા મહી સિંચાઇ વિભાગમાં રજૂઆત કરી નહેર વડે તળાવમાં પાણી ભરાવી પાણીના નીચે ગયેલા સ્તરને મેનેજ કરીને નગરજનોને ઉનાળામાં પણ બે ટાઇમ પૂરતું પાણી મળી રહે તેની વ્યવસ્થા કરી હતી.

નગરજનો વેચાતું પાણી લે તેવા પ્રયાસો થઇ રહ્યાની ચર્ચા
હાલ ઉમરેઠ માં લગભગ 6જેટલા આરો પ્લાન્ટ ગેર કાયદેસર રીતે ધમધમી રહ્યા છે જેમની ટેમ્પી ઓ દ્વારા રોજીંદુ ઉમરેઠ નગર માં જ ફક્ત2 હજાર કરતા વધુ પાણીના જારનું વેચાણ થઈ રહ્યું છે મતલબ કે રોજ નું 30 હજાર થી વધુ અને મહિનાના 20 લાખ થી વધુના પાણીનું વેચાણ ઉમરેઠ નગરમાં થઈ રહ્યું છે અને નગરમાં પાણીની કુત્રિમ શોર્ટેજ ઊભી કરવામાં આવે તો તેમનો ધંધો બે થી ત્રણ ગણો વધી જવાની શક્યતા ઓ રહેલી છે તો શું ઉમરેઠના સતાધીશો દ્વારા તેમની સાથે સાઠ ગાંઠ કરીને જાણી જોઇને પ્રજાને પાણી નહીં પૂરું પાડી વેચાતું પાણી લે તે માટે પાણીના સપ્લાય ઉપર કાપ મૂકી રહ્યા છે કે કેમ તેવી ચર્ચાઓ પણ ગામમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...