કપિરાજના કારણે 5 માસના બાળકનું મોત:આંકલાવમાં આસોદરમાં તોફાને ચડેલા કપિરાજના કારણે મકાનની પેરાફિટ પડતા એકના એક પુત્રનું મોત, માતા સહિત બે વ્યકિત ઈજાગ્રસ્ત બન્યા

આણંદએક મહિનો પહેલા
  • પ્રથમ ખોળે જન્મેલા પાંચ મહિનાના બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી
  • છેલ્લા 15 દિવસમાં 10 વધુ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હોવાના અહેવાલ

આંકલાવના આસોદરમાં છેલ્લા 15 દિવસથી વાનરોનો આતંક વધ્યો છે.50 થી વધુ વાનરોનું ટોળકી જ્યાં ત્યાં ધમાલ માચાવતી જોવા મળે છે.જેને લઈ ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાં ભય નો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.ગઈકાલે બનેલ ગોઝારી ઘટનાને લઈ ગ્રામજનો અને સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે.ગામના રહીશને પ્રથમ ખોળે જન્મેલ પાંચ મહિનાના બાળક આ વાનરોના ધમાલનું ભોગ બનતા મોતને ભેટયું હતું.છેલ્લા 15 દિવસ દરમ્યાન આ તોફાની વાનરોએ 10 થી વધુ લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે.જેમાં બે દિવસ અગાઉ જ એક 14 વર્ષીય છોકરીને લાત મારતા તેને હાથે ફેક્ચર આવી ગયું છે.

ઇન્દિરા કોલોની વાસડીયા વિસ્તારમાં કપિરાજો તોફાની આતંકે ચઢ્યા હતા. મકાનની પેરાફિટને લાત મારતા પેરાફિટ નીચે પાંચ મહિનાના બાળકને રમાડી રહેલી માતા અને કાકી પર આંખે આખું પેરાફિટ પડતા પાંચ મહિનાના બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે તેમજ બે બાળકની માતા અને કાકીને ઈજાઓ પહોંચી છે આ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં આ વિસ્તારમાં 10થી વધુ લોકોને કપિરાજના ટોળાએ શિકાર બનાવ્યા છે ઉપરાંત બે દિવસ પહેલા 14 વર્ષની બાળા રોશનીબેન અરવિંદભાઈ સોલંકીને હાથમાં કપિરાજે લાત મારતા હાથમાં ફેક્ચર કર્યું હતું.જોકે ઈજાગ્રસ્ત નાગરિકોની સંખ્યા અને આ બાળકના મોતના સમાચારનો આક્રોશને લઈ વનવિભાગ મોડે મોડે જાગ્યું અને પાંજરા ગોઠવ્યા હતા જ્યાં બે વાનરો પાંજરે પુરાયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આંકલાવ તાલુકાના આસોદર ગામ માં છેલ્લા 15 દિવસથી તોફાની વાનરોની ધમાલે માઝા મૂકી હતી.વાનરોના તોફાનોની ફરિયાદો વધવા છતાં વનવિભાગ હરકતમાં આવતું નહોતું.ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા હતા.આ તોફાની વાનરોએ 10 થી વધુ લોકોને ઇજા પહોંચાડી છે.હાલ બે દિવસ અગાઉ જ એક 14 વર્ષીય છોકરીને તોફાની વાનરે લાત મારતા તે પડી જતા તેણીને હાથે ફેક્ચર આવી ગયું છે.

આ ઉપરાંત ગઈકાલે બનેલ કરુણ ઘટનાએ આસોદર ગામમાં ગમગીની ફેલાવી દીધી છે .આસોદર ની ઇન્દિરા કોલોની , વાસડીયા વિસ્તારમાં રહેતા દંપત્તિ હિતેશભાઈ પરમાર અને મનીષાબેન પરમારને પાંચ મહિના પહેલા પુત્ર વંશકુમારનો જન્મ થયો હતો. પરિવારની વધુ ને પ્રથમ ખોળે પુત્રનો જન્મ થતા ઘરમાં ખુશીઓ અને ખિલખિલાટ નો માહોલ હતો. જોકે આ પાંચ મહિના ટકી અને રવિવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ હિતેશભાઈ પરમારના ઘરે બહાર અગાશી નીચે હિતેશભાઈની પત્નિ મનિષાબેન પરમાર અને તેમના ભાભી વર્ષાબેન લાલજીભાઈ પરમાર બાળક વંશકુમાર હિતેશભાઈ પરમારને ખાટલામાં બેસી રમાડી રહ્યાં હતાં.જે સમયે બે તોફાની કપિરાજ ધમાલ મચાવતા એક મકાન થી બીજા મકાન અને ઝાડ ઉપર ધમાલ મચાવી રહ્યા છે.જે સમયે આ ધમાલે ચઢેલ વાનરોએ હિતેશભાઈ ના મકાન ઉપર આવેલ પેરાફિટને ધમાલી ઝટકા સાથે લાતની ઠેકડી મારતા આખી પેરાફિટ નીચે પડી હતી.જે સમયે નીચે ખાટલામાં બેઠેલા ભાભી ,માતા અને પુત્ર સહિત ત્રણેય ઉપર આ ભારેખમ પેરાફિટ પડતા તે તમામ ને ઈજાઓ પહોંચી હતી.પરંતુ જેમાં પાંચ મહિનાના માસૂમ બાળકને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચી હતી.જે કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમ્યાન આજે બપોર બાદ બાળકનું કરુણ મોત નીપજયું હતું.

ગ્રામજનો અને પરિવારજનોમાં પ્રથમ ખોળે જન્મેલ પુત્રનું આકસ્મિક મોત થતા ભારે શોકની લાગણી વ્યાપી છે.ગ્રામજનોના ગુસ્સાને પામી ચુકેલ અને ઘટનાની ગંભીરતા સાંજના માગ કરી હતી.વનવિભાગે વનારોને કેદ કરવા પાંજરા મુક્યા હતા જેમાં ત્રણ વાંદરા કેદ થયા છે.જોકે ગ્રામજનો આ કરુણ ઘટના બાદ જ વનવિભાગ જાગ્યું હોઈ અણગમો વ્યક્ત કઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...