અકસ્માત:ખરીદી કરવા ગયેલા મિત્રોની કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તારાપુરતાલુકાના મોરજ પાસે પરોઢીયે બનેલી ઘટના

તારાપુર તાલુકાના મોરજ પાસે બુધવારે પરોઢીયે દિવાળીની ખરીદી કરીને પરત આવી રહેલાં ચાર મિત્રોની કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં ડ્રાઈવીંગ સીટની બાજુમાં બેઠેલા યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાકીના ત્રણને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. તારાપુરના લીમડી ચોક ખાતે રહેતો ધ્રુવ પ્રકાશ બ્રહ્મભટ્ટ તથા તેના મિત્ર હર્ષ મુકેશ બારોટ, મનન નિલેશ બારોટ, હાર્દિક હસમુખ સુથાર અને જયદીપ ભીખા શર્મા મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યે ફળીયામાં રહેતા કિશનભાઈ નરેન્દ્રભાઈ પટેલની કાર લઈને નડિયાદ દિવાળીની ખરીદી કરવા માટે ગયા હતા.

દરમિયાન, તેઓ પરત આવી રહ્યા હતા. એ સમયે તેમણે મોરજ ખાતે રહેેતા જયદીપને તેના ઘર ઉતાર્યા બાદ તેઓ પરત તારાપુર આવી રહ્યા હતા. એ સમયે મોરજ રાઈસ મિલ પાસે કારના ચાલક હર્ષ બારોટે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ યુવકોને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે ધ્રુવનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ મામલે તારાપુર પોલીસ સ્ટેશને મૃતક ધ્રુવના પિતા પ્રકાશ બ્રહ્મભટ્ટે ચાલક હર્ષ બારોટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...