તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંધારીયા પાસે કારે બાઈકને ટક્કર મારતા એકનું મોત

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાસરીમાંથી પરત આવતા હતા

આંકલાવના ખડોલ(હ) ગામે રહેતા રમેશભાઈ સોલંકી સેન્ટીંગનો ધંધો કરે છે. તેઓની પડોશમાં જ તેમનો ભત્રીજો રહે છે. રવિવારે સવારે નવ વાગ્યે શાંતિલાલ તેમની બે વર્ષીય દીકરી અર્પિતાને બાઈક લઈને વાંસખીલીયા ગામે પોતાની સાસરીમાં ગયા હતા. સાસરીમાં કામ પતાવી પરત પોતાના ગામ ખડોલ(હ) જવા નીકળ્યા હતા. ત્યારે સાડા અગિયાર વાગ્યે કારના ચાલક કિશનભાઇ રાવળે પોતાની કાર પૂરઝડપે હકારી બાઈક સવાર શાંતિલાલ સોલંકીને ટક્કર મારી હતી. જેને કારણે પિતા-પુત્રી રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજા થવાના કારણે પિતાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે દીકરીને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તેની હાલત સ્થિર છે. આ બનાવ સંદર્ભે આણંદ ગ્રામ્ય પોલીસે મૃતકના કાકાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો