અકસ્માત:કપડા લેવા જતાં યુવકોની બાઇકને કારે ટક્કર મારતાં, એકનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારાપુર રોડ વઘવાલા કેનાલ પાસે પડતર દિવસે અકસ્માત

બોરસદ તાલુકાના દેદરડા ગામે ઇન્દિરા કોલોની પાછળ કાવીઠા રોડ ઉપર 19 વર્ષીય ધવલકુમાર મહેશભાઈ સોલંકી પોતાના નાના ભાઈ 17 વર્ષીય ધ્રુવ, પિતા મહેશભાઈ સહિતના પરિવાર સાથે રહે છે. અને કરમસદ જીએમએમ કંપનીમાં એપ્રેન્ટીસ તરીકે નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત તારીખ 25મીની રાત્રે 12 વાગ્યાની આજુ બાજુના અરસામાં બાઈક ઉપર ધવલકુમાર મહેશભાઈ સોલંકી પોતાના નાના ભાઈ ધ્રુવ અને પિતરાઈ ભાઈ તરૂણભાઇ અજયભાઈ સોલંકીને બેસાડીને આસોદર ખાતે કપડાની ખરીદી કરવા નીકળ્યા હતા.

ધવલકુમાર સોલંકી, ધ્રુવ અને તરુણ બાઈક લઈને બોરસદ વઘવાલા મોટી નહેર નજીક બોરસદથી વાસદ તરફ જઈ રહેલી એક કારના ચાલકે બાઇક સવાર ત્રણેય યુવકોને ટક્કર મારતા ત્રણેય યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં ધવલકુમાર અને તેઓના નાના ભાઈ ધ્રુવને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતી હતી. ત્યારે તરુણભાઈ સોલંકીને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતુ.આ અંગે બોરસદ સઙેર પોલીસે ધવલકુમારની ફરીયાદ લઈ અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...