• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • State Level One Day Seminar On “Scientific Cultivation Of Kamalam (Dragon Fruit)” Held At Anand Agricultural University

માર્ગદર્શન:આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “કમલમ (ડ્રેગન ફ્રુટ)ની વૈજ્ઞાનિક ખેતી” વિષય પર રાજય કક્ષાનો એક દિવસીય સેમિનાર યોજાયો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ.કોલેજ ઓફ એગ્રિકલ્ચરના ઓડિટોરીયમ ખાતે ગુજરાત રાજ્યના બાગાયત ખાતા અને ગાંધીનગરના ગુજરાત હોર્ટીકલ્ચર મિશનના ઉપક્રમે તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય અજૈવિક સ્ટ્રેસ પ્રબંધન સંસ્થાન બારામતીના સહયોગથી “કમલમ (ડ્રેગન ફ્રુટ) ની વૈજ્ઞાનિક ખેતી” વિષય ઉપર રાજયકક્ષાનો સેમિનાર યોજાયો હતો.

આ કાર્યક્રમમા કમલમ (ડ્રેગન ફ્રૂટ)ની ખેતી સાથે સંકળાયેલ વિવિધ તજજ્ઞો દ્વારા કમલમ ડ્રેગન ફ્રૂટની વૈજ્ઞાનિક ખેતી, કમલમ બજાર વ્યવસ્થા, કમલમની ખેતી અને મૂલ્યવર્ધન, કમલમની જાતો, કમલમ ખેત ઉત્પાદન ટેકનોલોજી અને રોગ જીવાત નિયંત્રણ, કમલમ પાકમાં એફ.પી.ઓ.નું મહત્વ, કમલમના વાવેતર માટે સહાય અને ગુજરાત રાજ્યમાં કમલમમાં થયેલ નવીન સંશોધનો ઉપર વિસ્તૃત જાણકારી પુરી પાડવામાં આવી હતી. તે સાથે પરંપરાગત ખેતીથી કંઇક અલગ અને ફળોની ખેતી કરતા ખેડૂતો માટે ડ્રેગનફ્રુટ એ એક સારો વિકલ્પ હોવાનું જણાવાયું હતું.

આ ડ્રેગનફ્રૂટ વિશ્વના ઘણાબધા દેશોમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ડ્રેગનફ્રૂટના વાવેતરમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ક્ચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘણા ખેડૂતોએ ડ્રેગનફૂટની ખેતી કરતાં હોવાથી ગુજરાત સરકાર દ્વારા આ પાકની ખેતીને પ્રોત્સાહન મળે તે હેતુથી વર્ષ 2021માં આ પાકને "કમલમ" તરીકે એક અલગ ઓળખ આપવામા આવી છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે "કમલમ ફળ (ડ્રેગન ફળ)ની ખેતી" નામની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર બાગાયત નિયામક ડો.પી.એમ.વઘાસીયા, આણંદ કૃષિ યુનવર્સિટીના કુલપતિ કે.બી.કથીરીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીની બાગાયત કોલેજના આચાર્ય ડો.એન. આઈ.શાહ, સંશોધન નિયામક એમ.કે.મીલા, એપીએસઇના સિનિયર વૈજ્ઞાનિક ડો.ગોરક્ષા વકચૌરે, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ.બી.પટેલ, સંયુક્ત બગાયત નિયામક ડો.જે.એમ.તુવાર, પ્રિન્સિપાલ અને ડીન વાય.એમ.શુકલા, નાયબ બાગાયત નિયામક હોર્ટીકલ્ચર મિશન ડો. ફારૂક, વૈજ્ઞાનિક ડો. કે.એમ. બોરૈયાહ, આણંદ નાયબ બાગયત નિયામક ડો.એસ.એસ.પિલ્લાઈ, વૈજ્ઞાનિક ડો. વિજયસિંહ કાકડે, આરોહી પ્રજાપતિ, નિલેશ પટેલ, ડો.પ્રવીણ મોદી , કચ્છના પ્રગતિશીલ ખેડૂત વેલાજીભાઈ ભૂદિયા તથા અન્ય અધિકારીઓ અને સમગ્ર ગુજરાતમાથી કમલમ ફ્રુટ સાથે સંક્ળાયેલા અંદાજીત 300 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ તાલિમાર્થી તરીકે ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...