તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઈક ચોર:આણંદના સુરેલી ગામેથી ચોરીના જ્યુપીટર સાથે એક ઝડપાયો, બે બાઈક ચોરી પણ કબૂલી

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

આણંદના સુરેલી ગામે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમ જ્યુપીટર સાથે શંકાસ્પદ જણાતા પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં આ ઇસમ ચોરીની જ્યુપીટર લઇને ફરતો હોવાનું જાણવા મળતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તેણે અન્ય બે બાઈકની પણ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

મળતી માહિતી મુજબ ઉમેરઠ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુરેલી ગામનો રહેવાસી અકરમખાન જાઇદખાન પઠાણ પાસે ચોરીનું મોપેડ ટીવીએસ જ્યુપીટર નંબર પ્લેટ વગરનું છે અને તે જ્યુપીટર લઇ સુરેલી ચોકડી તરફ આવવાનો છે. બાતમીના આધારે ઉમરેઠ પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન અકરમખાન આવતા પોલીસે તેને રોક્યો હતો. તેની પાસે જ્યુપીટરના દસ્તાવેજી પુરાવા ગામતા તેની પાસે ન હોવાનું જણવ્યું હતું.

પોલીસને શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવતા અકરમે આ જ્યુપીટર શીલી ગામેથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે અકરમખાનની ધરપકડ કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આરોપી અકરમે અન્ય બે બાઈક ચોરીની પણ કબૂલાત કરી હતી. જેમા તેણે એક મહિના પહેલા ઓડ ગામમાંથી પેશન પ્રો બાઈક અને કેનાલ ઉપરથી એચએફ ડિલક્સ બાઇકની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો