કાર્યવાહી:પણસોરા ગામે બાઈક પર વિદેશી દારૂ સાથે એક ઝડપાયો : એક ફરાર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 37 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી

ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે કન્યા છાત્રાલયની પાછળ નાની નહેર પાસેથી ભાલેજ પોલીસે બાઈક પર રૂા 37 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે પોલીસને જોઈને અન્ય એક શખ્સ ભાગી છૂટ્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાલેજ પોલીસ મથકના માણસો દારૂ-જુગારની બદી અટકાવવા સારુ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, પણસોરા-ઘોરા રોડ ઉપર કન્યા છાત્રાલય પાછળ નાની નહેર પર કાચા રસ્તા ઉપર બે શખ્સોએ એક બાઇક સાથે મીણીયાની થેલીમાં વિદેશી દારૂ લઈને ઊભા છે.

પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા બાઇક પર રૂ 12 હજારની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાઇ ગયો હતો. પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ, બાઇક મળી કુલ રૂ 37 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે પોલીસને જોઇને એક શખ્સ ભાગી છૂટ્યો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતાં પોતાનું નામ દશરથભાઈ ઉર્ફે કાનો ભાનુભાઈ પરમાર (રહે. પણસોરા ટાવર પાસે) હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભાગી છૂટેલો શખ્સ કલ્પેશભાઈ જશુભાઈ ચૌહાણ (રહે. હેરંજ ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...