તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નાપા-તળપદ આંક ફરકનો જુગાર રમતા એક ઝડપાયો

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાપા-તળપદ આંક ફરકનો જુગાર રમતા એક ઝડપાયો

નાપા-તળપદ ગામે જલાલકૂઈ વિસ્તારમાં રહેતો મહમંદહુસેનના ઘર પાસે આંક ફરકનો વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડતો હોવાની રજુઆત સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રુમમાં થતા જે અંગે કન્ટ્રોલ રુમ દ્વારા આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચને કાર્યવાહી કરવા જણાવતા તેને નાપા-તળપદ ખારા કુવા ટોલ પાસેની રંગેહાથ ઝડપી પાડી તેની પાસેથી વરલી મટકાનો જુગાર લખવાની સ્લીપબુકો અને 2840 રૂા.ની રોકડ રકમ કબ્જે કરી આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બોરસદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં નાપા-તળપદ ગામે આંક ફરકનો જુગાર રમાતો હોવા છતાં ગ્રામ્ય પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા સ્થાનિક રહીશે આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રુમમાં રજુઆત કરવાની ફરજ પડી હતી. અને આ રજુઆત થયા બાદ એલસીબી પોલીસે છાપો મારી મહમંદહુસેન ઉર્ફે ભાણાને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો