સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE AUCTION FOR M/CYCLE તથા LMV શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE સિરીઝ GJ 23 DN 0001 થી GJ 23 DN 9999 તથા GJ 23 DP 0001 થી GJ 23 DP 9999 M/CYCLE તથા LMV GJ 23 CG 0001 થી GJ 23 CG 9999 તથા LMV GJ 23 CE 0001 થી GJ 23 CE 9999 તેમજ GJ 23 CF 0001 થી GJ 23 CF 9999 (મોટર કાર) RE AUCTION શરૂ કરવામાં આવેલ છે.
તેથી પસંદગીના નંબર મેળવવાની ઇચ્છા ધરાવતા વાહન માલીકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન ONLINE http://parivahan.gov.in/fancy પર કરી M/CYCLE તથા LMV RE AUCTION માં ભાગ લઇ શકશે. આગામી તા.9 મી મે થી તા.11 સુધીમાં RE AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવું રહેશે. આ RE AUCTION માં વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે.
સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જે અરજદારે ખરીદી સમયથી સાત (૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે . તેવા જ અરજદારો RE AUCTION માં ભાગ લઇ શકાશે, તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી આણંદએ એક યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.