તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈબર ક્રાઈમ:યુકેમાં નોકરીના બહાને દોઢ લાખની છેતરપિંડી, પેટલાદના યુવકે સાઈબર સેલમાં ફરિયાદ કરતાં પૈસા પરત અપાવ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પેટલાદમાં રહેતા યુવકને યુકેમાં નોકરી અપાવવાના બહાને યુવક સાથે ગઠિયાએ રૂપિયા દોઢ લાખની છેતરપિંડી કરી હતી. જે અંગેની ફરિયાદ તેણે સાઈબર સેલમાં કરતાં તેને તમામ પૈસા પરત અપાવ્યા હતા. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદમાં રહેતા દિનેશભાઈ દિનકરભાઈ ખ્રિસ્તીના મોબાઈલ પર અજાણ્યા ઈસમે ફોન કરી યુકેમાં નોકરી અને વિઝા અપાવવાની વાત કરી રૂપિયા દોઢ લાખ તેના એકાઉન્ટમાં ઓટીપી મંગાવી ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ અંગેની જાણ યુવકને થતાં તેણે સાઈબર સેલનો સંપર્ક કર્યો હતો. સાઈબર સેલ દ્વારા તુરંત જ સ્ટોપ પેમેન્ટ કરાવી પત્રવ્યવહાર કરતાં યુવકને પૂરેપૂરા નાણાં પરત અપાવ્યા હતા.આમ આણંદ સાઈબર ક્રાઈમ સેલ દ્વારા છેતરાયેલા યુવકને નાણાં પરત અપાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...