કોર્ટનો કાયમી મનાઈ હુકમ:ઉમરેઠમાં રસ્તા પર મૂળ માલિકે કબજો જમાવતા અવરજવર બંધ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેકર્ડની ખરાઇ કર્યા વગર પાલિકાએ રસ્તો બનાવ્યો હતો

ઉમરેઠના રેલ્વે સ્ટેશન રોડ ઉપર એલ.આઈ.સી કચેરી સામેથી પીપળીયા ભાગોળ તરફ જવાના માર્ગ ઉપરની જમીન પર શુક્રવારે જમીન માલિકે કોર્ટના આદેશ બાદ બુલડોઝર ફેરવી જમીન ઉપર કબ્જો કરી દીધો હતો. જોકે, તેના કારણે નજીક આવેલી સોસાયટીઓના રહીશો અને રાહદારી માટે રસ્તો બંધ થઈ ગયો હતો.

ઉમરેઠ રેલ્વે સ્ટેશન પાસે એલ.આઈ.સી. કચેરી સામેથી પીપળીયા ભાગોળ તરફ જવાના માર્ગ ઉપર સાડા ત્રણ ગુંઠા જમીન ઉમરેઠના રાજેશ તલાટીએ સર્વે નંબર 7444/બવાળી જમીન પોતાના બાપદાદાના વખતની હોવાનો દાવો કર્યો હતો. આ અંગે કોઈ પણ સરકારી રેકોર્ડની ખરાઈ કર્યા વગર ઉમરેઠ નગરપાલિકાએ ગેરકાયદેસર રીતે પાકો રસ્તો બનાવી દીધો હતો.

જેની સામે જમીન માલિકે 2002માં દાવો દાખલ કર્યો હતો. જેનો 2014માં કોર્ટ દ્વારા કાયમી મનાઈ હુકમ આપતા જમીન માલિકે 2021માં પોતાની માલિકીની જ્ગ્યા ઉપર તારની ફેંસિંગ કરી દીધી હતી. જેના કારણે એલ.આઈ.સી કચેરી સામેનો પીપળીયા તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો. ઉમરેઠ નગરપાલિકા દ્વારા સત્તાના જોરે ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો લેતા આ કામગીરી બદલ ઉમરેઠ કોર્ટે જમીનનો કબ્જો તેના મૂળ માલિકને સોપવાનો હુકમ કર્યો હતો. જેને પગલે શુક્રવારે જમીન માલિકે ફરીથી જમીન ઉપર કબ્જો મેળવી લીધો હતો. જેને પગલે સત્તાધારી પક્ષ ભાજપની હાલત કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...