આણંદ શહેરના પોશ વિસ્તારમાં બાકરોલ ટી પોઇન્ટ થી એલીકોન થઇને મોગરીને જોડતા રાજપથ માર્ગને કોનું ગ્રહણ લાગ્યું છે તે સમજાતું નથી. અવકુડા હસ્તકના આ માર્ગ પર નવો ડામર રોડ બનાવવાની વાતો 6 માસથી તંત્ર કરી રહ્યું છે. પરંતુ નવો રોડ બનાવવાની જગ્યાએ માત્ર ગાબડાં પુરવામાં આવે છે. ગાબડા પુરવા માટે તંત્રને સારી ક્વોલિટીનું મટિરિયલ મળતું નથી.
બે દિવસ પર રાજપથ માર્ગ પર પડેલા 30થી વધુ નાના મોટા ગાબડાં તંત્રએ સિમેન્ટ ક્રોંક્રીટ નાખી પુર્યા હતા. પરંતુ હલ્કી ગુણવતાના સિમેન્ટના પગલે માત્ર 48 કલાકમાં ક્રોક્રિટ અને સિમેન્ટ છૂટા પડી ગયા છે. જેથી વાહનચાલકોની દુવિધામાં વધારો થયો છે. હવે જો ક્રોંક્રિટ પરથી વાહન પસાર થાય તો પંકચર પડવાનો ભય રહે છે. તેમજ ગાબડાં હતા તેવાને તેવા થઇ ગયા ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાજપથ માર્ગને કોનું ગ્રહણ લાગ્યું છે જેથી નવો બનતો નથી.
બાકરોલ ટી પોઇન્ટ થી પ્રમુખ સ્વામી સર્કલ વચ્ચે માર્ગ પર ગાબડા પૂરે બે દિવસ થયા નથી ત્યાં સિમેન્ટથી ક્રોંક્રિટ છૂટી પડી ગઇ છે. જેના કારણે ગાબડાની સાથે ક્રોંક્રિટ રોડ પર ફેલાઇ જતાં વાહનચાલકો માટે માથાના દુઃખાવા રૂપ બની ગઇ છે. છેલ્લા 6 માસથી નવો રોડ મંજૂર થઇ ગયો છે પણ અવકુડા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં રોડનું કામ હાથ ધરાશે તેવા જવાબ આપે છે. પરંતુ ટેન્ડર પ્રક્રિયા હાથધરવામાં કોઇ જ રસ દાખવતું નથી. તેના કારણે આ વિસ્તારમાં આવેલી 200થી વધુ સોસાયટીઓના રહીશો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને લઇને રોષ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.