• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • On The One Hand, There Is Talk Of Promoting Sports In The State, On The Other Hand, The Recruitment Of Exercise Teachers In Schools Has Been Stopped For Ten Years!

કઈ રીતે જીતશે ગુજરાત ?:રાજ્યમાં એક તરફ રમતગમતને પ્રોત્સાહનની વાત, બીજી તરફ શાળાઓમાં દસ વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી જ બંધ !

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં પૂરતા વ્યાયામ શિક્ષકોના અભાવે પ્રતિભાશાળી બાળકોને નથી મળી રહી યોગ્ય તાલીમ
  • બી.પીએડના વિદ્યાર્થીઓએ સિન્ડીકેટ સભ્યના નેતૃત્વ હેઠળ સરકારને જાગૃત કરવા માટે કાળી પટ્ટી અને રામધૂન કરી વિરોધ દર્શાવ્યો

ગુજરાત સરકાર ખેલકૂદ ,વ્યાયામને મહત્વ આપી રાજ્યના બાળકો અને યુવાઓની આ ક્ષેત્રે પ્રતિભા વિકસે તેવા આયોજનો અને યોજનો બનાવી છે.રાજ્યના યુવાઓ અને બાળકો જે તે ક્ષેત્રમાં નિપુણ અને નામનાપાત્ર બની દેશ અને વિશ્વમાં રાજ્યનું નામ રોશન કરે તેવો હેતુ હોવાની આલબેલ રાજ્યના દરેક નેતા તમામ રાજકીય ,સામાજિક અને શૈક્ષણિક શાળા સભાઓમાં કરતા હોય છે.જોકે આ વિષયમાં ખાટલે ખોટ એવી છે કે રાજ્યમાં યોગ્યતા ધરાવતા વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આળસ સેવાઈ રહી છે.જેથી ખેલકૂદમાં ભવિષ્ય જોતા યુવાઓ અને બાળકોને યોગ્ય તાલીમ ,સમજ અને જે તે મેદાનમાં દૈનિક માર્ગદર્શન માટે યોગ્ય માર્ગદર્શક શિક્ષકનો અભાવ નડે છે.

રાજયમાં રમતગમત અને વ્યાયામના શિક્ષકોના અભાવ ને લઈ ખેલકૂદ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાઓ અને બાળકોની લાગણીઓ અને મહેચ્છાઓ મનની મનમાંજ રહી જાય તેવી પરિસ્થિતિ છે.યોગ્ય તાલીમ અને સમજ, માર્ગદર્શક વગર વિદ્યાર્થીઓ દેશમાં જ આગળ ન આવી શકે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખેલકુદમાં કેવી રીતે આગળ આવી શકે ? રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી. જેના અંતર્ગત સમગ્ર ગુજરાતના બી.પીએડના વિદ્યાર્થીઓએ ગાંધીજયંતી નિમિત્તે ગાંધીજીને યાદ કરીને સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહીતના નેતૃત્વમાં સરકારને જાગૃત કરવા માટે કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો.

રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્રો છેલ્લા ઘણા વખતથી લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાતની ઘણીખરી સ્કુલમાં આજે પણ વ્યાયામ શિક્ષક જ નથી. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષથી સ્કૂલ અને વ્યાયામ શિક્ષકની ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી. જેના કારણે શિક્ષકોની અછત સર્જાય છે. રમતગમત ક્ષેત્રેમાં ખેલાડીઓ આગળ ઝંપલાવે તે માટે શાળા અને કોલેજમાં શિક્ષણ ન હોવાથી વિશ્વમાં ગુજરાતનાના વિદ્યાર્થીઓ કેવી રીતે ગોલડ મેડલ મેળવી શકે? આ પ્રશ્ર્ન અંતર્ગત ગુજરાતના બી.પીએડના વિદ્યાર્થીઓએ ગાંધીજયંતીના દિવસે સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતના નેતૃત્વ હેઠળ સરકારને જાગૃત કરવા માટે કાળી પટ્ટી અને રામધૂન કરી રમતગમત ક્ષેત્રમાં વિરોધ દર્શાવવા રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની આ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારે યોગ્ય નિર્ણય લેશે તેવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...