તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • On The One Hand, The State Government's Curfew From 8 Pm To 6 Am, The Announcement Of The Curfew Of The System In Anand From 4 Pm

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરફ્યુની જાહેરાત:રાજ્ય સરકારે રાત્રે 8થી સવારના 6 સુધીનો કર્ફ્યૂ જાહેર કર્યો છે, આણંદમાં તંત્ર બપોરે 4 વાગ્યાથી દુકાનો બંધ કરવા કહે છે

આણંદ5 દિવસ પહેલા
 • આણંદ પાલિકા તંત્રએ માઇક પર જાહેરાત કરી સ્વૈછિક બંધનો સમય વધાર્યો
 • વ્યાપારીઓ ,નાના ધંધાદારીઓ,અને રોજમદારોમાં ભારે આક્રોશ
 • આણંદ માં 9-4-2021 થી 30-4-2021 દરમિયાન બપોરે 4થી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવા અપીલ કરાઈ

આણંદ જિલ્લામાં ભાજપના આગેવાનોને અચાનક લોકડાઉન સમય વધારવાના કોડ જાગ્યા છે. રાજ્ય સરકારે રાતે 8થી સવારના 6 સુધીનો કરફ્યુ જાહેર કર્યો છે. નગરપાલિકા દ્વારા એક તરફી નિર્ણય લઈ કરર્ફ્યુ ના સમયમાં કરી વેપારીઓ અને ધંધાદારીઓને સહકાર આપવા વિનંતી કરાઈ છે.જેને લઈ નગરમાં રોષ આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આણંદમાં ડિસ્ટ્રીક ફાયર ઓફિસ અગ્નિસામકની પોલીસની ગાડી જેવી લાઇટો ધરાવતી ગાડીમાં માઇક પર તા. 9-4-2021 થી 30-4-2021 દરમિયાન બપોરે 4 થી સવારે 6 વાગ્યા દરમિયાન કરફ્યુની જાહેરાત કરાઇ રહી છે.

આણંદ શહેરમાં સામાન્ય ચૂંટણીઓ બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થયાના ગણતરીના દિવસોમાં જ વધતા જતા કોરોના સંક્રમણને પગલે નગરપાલિકા પ્રમુખ રૂપલ પટેલ પણ સંક્રમિત થયા હતા. જે કરમસદ હોસ્પિટલમાં સારવાર લઈ ઘરે આવ્યે હજુ દિવસો પણ વીત્યા નથી. ત્યાં આણંદ સાંસદ મિતેષ પટેલની સૂચના અનુસાર નગરપાલિકા પ્રમુખે આણંદના વેપારીઓ, ઓફિસો અને જિમ, ચાની હાટડીઓ, હોટેલ, રેસ્ટોરન્ટ વગેરેને વિનંતી પત્ર જાહેર કર્યો છે જેમા તા.9-4-2021 થી 30-4-2021 દરમિયાન બપોરે 4થી સવારે 6 વાગ્યા દરમિયાન બંધ પાળી કોરોના સંક્રમણ ચેઇન તોડવા તમામ વેપારીઓ, એસોસિએશનને સહકાર આપવા વિનંતી કરાઈ છે.

વલ્લભ વિદ્યાનગરમાં બપોરે 3:00 કલાકથી દુકાન બંધ રાખવા અપીલ કરાઈ
વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા સત્તાધીશો દ્વારા વિદ્યાનગર રેવન્યુ હદ વિસ્તારમાં ધંધો કરતાં નાના બજાર મોટા બજારના તમામ વેપારી ભાઈઓએ 8-4-2021 થી 17-4-2021 સુધી સવારના 8.00 થી બપોરના 3:00 કલાક સુધી પોતાની દુકાન ખુલ્લી રાખવા અને 3:00 કલાકથી દુકાન બંધ રાખવા અપીલ કરાઈ છે. તથા ખંભાત શહેરમાં કોરોનાના સંક્રમણથી બચવા ધારાસભ્ય મહેશ રાવલ તથા ખંભાત નગરપાલિકના પ્રમુખ, નાયબ કલેકટર, મામલતદાર તથા પી.આઈ. ખંભાત તથા શહેરના આગેવાન વેપારી મંડળ તથા અગ્રગણ્ય નાગરીકોની સર્વ સંમતીથી લેવાયેલ નિર્ણય મુજબ તારીખ.7-4-2021ના રોજ સાંજના 8:00 થી સવારના 5:00 સુધી બીજી સુચના ના મળે ત્યાં સુધી સ્વૈચ્છિક જનતા કરફયુનું પાલન કરવા નક્કી થયેલ છે.

નેતાઓ અને આગેવાનોના બેમુખી નિવેદનોને લઈ જનતામાં રોષ
મહત્વનું છે કે પોતાનો વિસ્તાર પોતાના કહ્યામાં છે. અને વહીવટી રીતે અમો સક્ષમ, સતર્ક અને સક્રિય છીએની છાપ ગાંધીનગરની નેતાગીરીને પાડવા એકબીજા સાથે સીધી સ્પર્ધા કરતા હોય તેવું ચિત્ર પ્રદર્શિત થઈ રહ્યું છે. વળી ચૂંટણી ટાણે કોરોનાનો હાઉ અને ખૌફ કાઢી નાખવા લોકટોળા એકત્ર કરતા નેતાઓ અને આગેવાનોને બેમુખી નિવેદનોને લઈ જનતામાં રોષ વધી રહ્યો છે. જ્યારે સરકારે જ રાત્રી કરફ્યુનો સમય નક્કી કરી પ્રજાને જણાવ્યું છે. ત્યારે આ નેતાઓ કોના વ્હાલા થવા અને ક્યાં વિશેષ કારણો અને તારણોને લઈ આ નિર્ણયો લઈ રહ્યા છે. રોજનું રોજ કમાઈ ખાતો અને કોરોનાની પ્રથમ કાળમુખી પરિસ્થિતિમાંથી બહાર નીકળી બેઠો થતો વ્યાપારી , રોજમદાર અને મજૂર, કામદાર વર્ગ ફરી કોરોનાની વિકટ આર્થિક ભીંસમાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો