તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓ ખુશ:દિવાળીના છેલ્લા દિવસે ઘરાકી નીકળતા દુકાનોમાં માલ ખલાશ

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચરોતરમાં 1 અબજનો ધંધો થતો હતો જે આ વખતે માંડ 60 કરોડનો થયો
 • કોરોનાના પગલે વેપારીઓએ 50 ટકા જ માલનો સ્ટોક રાખ્યો હતો

દિવાળી પર્વ ઉપર કોરોનાની અસર વર્તાશે તેવી સંભાવનાને લઇને તમામ વેપારીઓએ દર વખત કરતા આ વર્ષે 50 ટકા જ માલનો સ્ટોક કર્યો હતો. ધનતેરસ સુધી બજારમાં મંદીનું વાતાવરણ હતું. જોકે, મોટાભાગની કંપનીઓમાં બોનસ અપાતા અને ખેડૂતોને ડાંગર સહિતના પાકના નાણાં આવતા દિવાળીના દિવસે છેલ્લી ઘડીએ ચરોતરના બજારમાં ખરીદવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડતા બજારો કિડીયારાની જેમ ઉભરાયા હતા. મોટાભાગની રેડીમેડ, કાપડ, બૂટ- ચંપલ સહિતની દુકાનોમાં માલનો સ્ટોક ખુટી ગયો હતો.

જેથી વેપારીઓમાં સ્ટોક નહીં હોવાના બોર્ડ લગાવવા પડયા હતા. દિવાળી પછીનો દિવસ પડતર માટે વેપારીઓને નવો માલ મંગાવવાની ફરજ પડી હતી. દિવાળીના દિવસે ચરોતરમાં પાંચ કરોડથી વધુનો ધંધો થયો હતો. જ્યારે છેલ્લા દસ દિવસમાં 40 થી 45 કરોડનો ધંધો થયો છે. આમ ધનતેરસ સુધી 30 ટકા જ વેચાણ હતું જેની ઘટ દિવાળીના દિવસે 40 ટકા જેવી પુરી થઇ હતી. જેથી વેપારીઆલમમાં ખુશી જોવા મળી હતી. દિવાળી અને પડતર દિવસે પણ નવા વર્ષની ઉજવણી માટે રેડીમેડ કપડા સહિત સુશોભનની વસ્તુઓ અને મુખવાસ તથા મીઠાઇ વગેરેની ખરીદી કરી હતી. ખાસ કરીને પડતર દિવસે પણ બજારમાં ખરીદી જોવા મળી હતી. થવાની સંભાવનાને ધ્યાને લઇને માત્ર 50 ધંધો થયો છે.

ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં પણ 60 ટકાની આવક થઇ
દિવાળી પર દર વર્ષે ઇલેકટ્રોનિક, કપડાં અને સાધન સામગ્રી અન્ય રાજયોમાં આયાત અને નિકાસ થતી હતી. દરવર્ષે દિવાળીના 20 દિવસ અગાઉથી ટ્રાન્સપોર્ટમાં માલનું બુકીંગ થતું હતું. આ વખતે 40 ટકાનો ફટકો પડયો છે. મોટાભાગના ટ્રાન્સપોર્ટ માલિકોએ નવરાત્રી પહેલા જ ઓર્ડર મળી જતા હતા. પરંતુ આ વખતે દિવાળી સુધી રાહ જોવી પડી હતી. - મદનલાલ જૈન, (વર્ષ 50, ટ્રાન્સપોર્ટ એસો. પ્રમુખ)

ચરોતરના મીઠાઇ બજારમાં પણ 2000 ટનનું વેચાણ
આણંદ શહેર સહિત જિલ્લામાં નાની મોટી મીઠાઇને 200 વધુ દુકાન આવેલી છે. આણંદ શહેરમાં 30 વધુ દુકાન આવેલી છે. જેઓ દિવાળી પર 2000 ટન મીઠાઇનું વેચાણ થતું હતું. આ વખતે મહામારીને કારણે દરવખતે કંપનીઓ દ્વારા મોટા ઓર્ડરમળતાં હતા. તે ચાલુ વર્ષે મળેલ નથી.જેના કારણે 50 ટકાનો સીધો ફટકો પડયો છે.જયારે છુટક ખરીદીમા ં10 ટકાનો ઘટાડો નોંદાયા છે. દરવર્ષે 30 કરોડો ધંધા થતો હતો. - દતુ સુખડિયા, (ગરબડદાસ મીસ્ઠાન, આણંદ)

ઇલેકટ્રીક ઘર સજાવટની આઇટમોમાં 60%નો ફાયદો
દિવાળી પર ઇલેકટ્રીક ઘર સજાવટની આઇટો જેવા કે ફ્રીઝ, ટીવી, ઘરઘંટી અવનવી ઝગમગતી ફુલદાની સહિતની વપરાશની આઇટમોનું વેચાણ સારૂ થતું હતું. જેના કારણે 40 થી 50 લાખનો માલ વેપારીઓ ભરતા હતા.તેઓ આ વખતે માંડ 20 લાખનો માલ ભર્યો છે. દિવાળીના ચાર દિવસ બાકી છતાં માંડ 30 ટકા ઘરાકી જોવા મળી રહી છે. જેના કારણે તેઓને પણ ભારે ફટકો પડયો છે. કોરોનાના પગલે હજુ પણ ઇલેકટ્રોનિકસ બજાર જામ્યું નથી. - કૃણાલભાઇ પટેલ, (ઇલેકટ્રોનિકસ, આણંદ)

રેડીમેડ કાપડ બજારમાં છેલ્લી ઘડીએ 70 ટકાનો ધંધો
આણંદ શહેર સહિત જિલ્લામાં રેડીમેટ કપડાંની દુકાનો 300 વધુ આવેલી છે. સરેરાશ 40 કરોડોનો માલ ભરતાં હતા.તેની સામે 50 કરોડ ઉપરાંતની આવક થતી હતી.તેમજ અન્ય નાના અને છુટક વેપારીઓ ધંધો પણ 4 કરોડની આસપાસનો થતો હતો. જો કે આ વખતે કોરોની મહામારીના પગલે મોટાભાગના વેપારીઓ 30 ટકા ધંધો ધનતેરસ સુધી થયો હતો. જોકે છેલ્લા બે દિવસમાં રેડીમેડ કપડાની માંગ વધતા ચાલુ વર્ષે 70 ટકા ઉપરાંત ધંધો થયો હતો. - લક્ષ્મણસિંહ રાજપૂત, (સેક્રેટરી, રેડીમેડ કપડાં એશો., આણંદ)

આણંદ જિલ્લામાં ઓટો ક્ષેત્રે પણ 80 ટકાનો ધંધો થયો
આણંદ જિલ્લામાં દિવાળી પર નવા વાહનો ખરીદી મોટા પ્રમાણ થાય છે. આ વખતે તેઓના વ્યવસાયને અસર થઇ છે. જો કે આ વખતે લકઝરી બાઇકોનું વેચાણ વધુ થયુ છે.તેની સામે સાદા વાહનોના વેચાણમાં 20 થ ી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.જયારે ટ્રેકટર,ટ્રક સહિત મોટાવાહનોની માંગ ઓછી જોવા મળી છે. દરવર્ષે ઓટો ક્ષેત્રના ધંધામાં 50 કરોડોનો ધંધો વેપારીઓને થતો હતો. દિવાળીના દિવસે પણ બાઇકનું વેચાણ સારૂ થવા પામ્યું હતું. આમ સરેરાશ 80 ટકા જેટલો ધંધો ચાલુ વર્ષે થયો છે. - રાજેશભાઇ ચૌહાણ, (ઓટો એસોસિએશન, આણંદ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો