કોરોના કાળ:પ્રથમ દિવસે 6522ને પ્રિકોશન બુસ્ટર ડોઝ અપાયો

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 31,351 વ્યકિતઓમાંથી 20.89 ટકા કામગીરી થઇ

આણંદ જિલ્લામાં સોમવારથી હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 60 વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓને પ્રિકોશન બુસ્ટર ડોઝનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે 31,351 વ્યકિતઓમાંથી 6522 લોકોને બુસ્ટર ડોઝ અપાતા પ્રથમ દિવસે 20.89 ટકા કામગીરી થઇ છે.

આણંદ જિલ્લામાં બુસ્ટર ડોઝનો પ્રારંભ કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એમ.ટી.છારીએ જણાવ્યું હતું કે, આ રસી લેવાથી વ્યકિતના શરીરમાં કોરોના વિરોધી એન્ટીબોડીનું સ્તર ઊંચુ આવશે અને કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે. જે વ્યકિતઓએ કોવિડ-19નો રસીનો બીજો ડોઝ લીધો હોય અને 9 માસ પૂર્ણ થયા હોય તેવી વ્યકિત પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર બને છે.

આણંદ જિલ્લામાં 13,528 હેલ્થકેર વર્કર, 15752 ફ્રન્ટલાઇન વર્કર અને 12477 લોકો 60 વર્ષથી ઉપરના કોમોર્બીડીટી રોગ ધરાવતા વ્યકિતઓ મળીને કુલ 31351 વ્યકિતઓને બુસ્ટર ડોઝ આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિવસે સાંજના 4 વાગ્યા સુધીમાં 1642 હેલ્થ વર્કર, 664 ફ્રન્ટલાઇન વર્કર અને 4216 લોકો 60 વર્ષથી ઉપરના મળીને 6522 લોકોને ડોઝ આપવામાં આવ્યો છે.

78200થી વધુ છાત્રોને પ્રથમ ડોઝ અપાયો
આણંદ જિલ્લાની 350 સ્કુલોમાં 84398 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેમાંથી 7 દિવસ દરમિયાન 78200 વિદ્યાર્થીઓને કોરોના પ્રથમ ડોઝ આપવામાં હતો જયારે બાકી રહેલા 6 હજાર વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં વેક્સિન અપાશે. જયારે શાળાએ ન જતાં 24 હજારથી વધુ વિદ્યાર્થીઓને જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કેમ્પ યોજીને વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે અત્યાર સુધીમાં કુલ 1621281 લોકોને પ્રથમ અને 14,89,000 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. જયારે આગામી દિવસોમાં તમામ તાલુકાઅોને સમાવી લેવાશે. પ્રથમ દિવસે 6500 થી વધુ લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...