વિસર્જન:પાંચમા દિવસે શ્રીજીની નાની મોટી 160 મૂર્તિનું વિસર્જન તળાવ-નદીમાં કરાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે પણ મૂર્તિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવાયુ

આણંદ,પેટલાદ,ખંભાત,બોરસદ શહેર અને જિલ્લા ગણેશ ભકતોના ત્યાં આતિથ્ય માણતા શ્રીજીનું રવિવારે પાંચમા દિવસે દબદબાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. આણંદ શહેરના બાકરોલ ગામના તળાવમાં ગણેશ ભક્તોએ પુઢચ્યા વર્ષી લવકરયાનાં ગગન ભેદી નાદ સાથે શ્રીજીને ભાવભેર વિદાય આપી હતી. આણંદ શહેરના તળાવો ખાલી હોવાથી શ્રધ્ધાળુઓ વહેરાખાડી અને કેનાલોમાં મૂર્તિ વિસર્જન માટે ટેમ્પા ,ટ્રેકટરો લઇને ગયા હતા. જિલ્લામાં નાની મોટી 160 વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જણવા મળ્યું છે.

આણંદમાં પાંચ દિવસની ગણેશ પ્રતિમાઓ અને પોલીસ લાઇનનાં શ્રીજીનું વાજતે ગાજતે વિસર્જન કરવા આવ્યું હતું. પાંચ દિવસથી આતિથ્ય માણતા વિઘ્નહર્તાને રવિવારે શહેર અને સોસાયટીમાં પરિવાર તેમજ શ્રદ્ધાળુઓએ પરંપરા અને આસ્થા સાથે વિદાય આપી હતી. આણંદ,પેટલાદ,બોરસદ સહિત ગામોમાં નાના મંડળો અને પરિવારો દ્વારા શ્રીજીની ઢોરનગરા સાથે, અબીલ ગુલાલની છોળો સાથે દબદબાભેર વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. વિદ્યાનગર અને આણંદ ગણેશની મૂર્તિઓનું પાંચ દિવસ બાદ ઉષ્માભેર ઢોલનગારાના નાદ વચ્ચે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધામધુમથી વિસર્જન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...